અમદાવાદઃ ગુજરાતમાં ગઈ કાલે બપોર બાદ ગુજરાતમાં મેઘરાજાની પધરામણી થઈ હતી. ગઈ કાલે સૌથી વધુ નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. આ પછી ડાંગના સુબીરમાં ત્રણ ઇંચ, સુરતના ઓલડામાં 2 ઇંચ, જૂનાગઢના મેંદરડામાં પોણા બે ઇંચ, ભરુચના અંકલેશ્વરમાં પોણા બે ઇંચ, ડાંગમાં પોણા બે ઇંચ, સુરતના ઉમરપાડા, અમરેલીના બગસરા, ધારી અને જૂનાગઢના કેશોદમાં અઢીથી પોણા બે ઇંચ વરસાદ ખાબક્યો હતો.


જ્યારે પોરબંદર, સુરતના પલસાણા, જૂનાગઢના માંગરોળ, જામનગરના કાલાવડ, અમરેલીના સાવરકુંડલા, ડાંગના વઘઈ, તાપીના ઉચ્છલમાં એકથી સવા ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. તો જામજોધપુર, રાણાવા, હાંસોટ, ઉમરગામ, વંથલી, વડિયા, ગારિયાધાર, મોરબી, ડેડિયાપાડા, ગણદેવી, માળિયા, પારડી, વિસાવદર, કુતિયાણા, જૂનાગઢ, જૂનાગઢ શહેર, સૂત્રાપાડા, ડોલવણ, ગીર ગઢડા અને માણાવદરમાં અડથી પોણા ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. 


લિલિયા, પડધરા, માંગરોળ, લાલપુર, ભેસાણ, જામકંડોરણા, બાબરા, વલસાદ, વાગરા, તાલાલા, ટંકારા, નિઝર, સાણદ, સોનગઢ, વ્યારા, ગોંડલ, નવસારી, કોડિનાર, વાંસદા સહિત કેટલાય તાલુકામાં અડધા ઇંચથી ઓછો વરસાદ ખાબક્યો હતા. આ સાથે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 70 તાલુકામાં વરસાદ પડ્યો હતો. 


Flood Situation in Assam: પૂર્વોત્તર રાજ્ય આસામના ઘણા જિલ્લાઓમાં નદીઓમાં આવેલા પૂરના કારણે સ્થિતિ ભયાનક થઇ રહી છે. શુક્રવારે આસામમાં પૂરના કારણે 45.34 લાખ લોકો પ્રભાવિત થયા હતા. જ્યારે આસામમાં છેલ્લા 24 કલાક દરમિયાન પૂરના કારણે 10 લોકોએ જીવ ગુમાવ્યા છે. જે બાદ હવે આ વર્ષે આસામમાં પૂર અને ભૂસ્ખલનના કારણે મૃત્યુઆંક 117 પર પહોંચી ગયો છે.









હાલમાં આર્મી, પોલીસ ફોર્સ, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF), SDRF, ફાયર અને ઈમરજન્સી કર્મીઓ રાહત અને બચાવ કામગીરી કરી રહ્યા છે.


717 રાહત શિબિરો અને 409 રાહત વિતરણ કેન્દ્રો બનાવાયા


વહીવટીતંત્ર દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે આસામમાં પૂરના કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં કુલ 717 રાહત શિબિર અને 409 રાહત વિતરણ કેન્દ્રો ખોલવામાં આવ્યા છે. આ રાહત શિબિરોમાં બે લાખ 65 હજારથી વધુ લોકોને આશરો આપવામાં આવ્યો છે.