અમદાવાદ: હાલ રાજ્યનાં અનેક જિલ્લાઓમાં વરસાદી સિઝન ખુલી છે ત્યારે સુરત, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, વડોદરા, અમદાવાદ સહિત અનેક જગ્યાએ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જ્યારે અનેક ગામડાંઓમાં ભારે વરસાદનાં કારણે સંપર્ક વિહોણા બન્યાં છે. જોકે આગામી 48 કલાકમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં પડી રહેલા ભારે વરસાદની અસર ટ્રેન વ્યવહાર પર પણ થઈ છે.


ભારે વરસાદના કારણે આજે 38 ટ્રેનો રદ કરવામાં આવી છે. જ્યારે આવતીકાલે પણ કેટલીક ટ્રેનો રદ રહેશે. રાજકોટ-સિકંદરાબાદ, અમદાવાદ-ચેન્નઈ, ઈન્દોર-પુણે, બેંગ્લોર-જોધપુર, ઓખા-એર્નાકુલમ ટ્રેન રદ રહેશે.

ટ્રેન રદ થવાથી ઘણા મુસાફરો અટવાઇ પડ્યા હતા. જ્યારે ના છુટકે બહાર જવું પડે તેવા લોકોએ બમણાથી પણ વધારે ભાડું ખર્ચીને ફ્લાઇટમાં ટ્રાવેલિંગ કરવાનું નક્કી કર્યું હતું.

પ્રિયંકા ચોપડાના ‘જય હિંદ’ ટ્વિટ બદલ પાકિસ્તાની મહિલાએ કહી પાખંડી, એક્ટ્રેસે આપ્યો જડબાતોડ જવાબ, જાણો વિગત

ડિન જોન્સે પસંદ કરી ઓલ ટાઇમ T20 ઈલેવન, સચિન-કોહલીના બદલે આ ભારતીય ખેલાડીને મળ્યું સ્થાન, જાણો વિગત

સુરેશ રૈનાએ  ઘૂંટણ સર્જરી બાદ આપ્યું મોટું નિવેદન, કહી આ વાત, જાણો વિગતે