Republic Day Tableau: ગુજરાતને ગૌરવ અપાવે તેવા વધુ એક સમાચાર સામે આવ્યા છે. ગણતંત્ર દિવસની પરેડમાં ગુજરાતના ટેબ્લોને પ્રથમ ક્રમાંક મળ્યો છે. સ્વર્ણિમ ભારત વિકાસથી વિરાસતની થીમનો ટેબ્લો પ્રથમ ક્રમાંકે આવ્યો છે. ગુજરાતના ટેબ્લો પ્રથમ ક્રમે આવ્યા બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શુભકામના પાઠવી છે. 






સોશિયલ મીડિયા પર તેમણે લખ્યું કે,  ગુજરાત માટે ગૌરવ! ૭૬મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં અમારા ભવ્ય ટેબ્લોને પ્રથમ પુરસ્કાર મળ્યો છે! "સ્વર્ણિમ ભારત: વિરાસતથી વિકાસ" થીમ પર અમારા ટેબ્લોએ ગુજરાતના ભવ્ય ભૂતકાળને તેના જીવંત વર્તમાન સાથે સંપૂર્ણ રીતે મિશ્રિત કર્યો છે, જે આપણા રાજ્યના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને પ્રભાવશાળી વિકાસને દર્શાવે છે. આ પ્રતિષ્ઠિત એવોર્ડ ગુજરાતની અસાધારણ કારીગરી, સર્જનાત્મકતા અને આપણા સાંસ્કૃતિક વારસાને જાળવવા માટેના સમર્પણનો પુરાવો છે. આ માસ્ટરપીસ પાછળની સમગ્ર ટીમને અભિનંદન!


સીએમ ભૂપેન્દ્ર પટેલે આપ્યા અભિનંદન


 






સીએમ ભૂપેન્દ્ર પટેલે  અભિનંદન આપતા લખ્યું કે,  ગુજરાત માટે ઘણા આનંદની વાત છે કે નવી દિલ્હી, કર્તવ્યપથ ખાતે આયોજિત 76મા પ્રજાસત્તાક પર્વની પરેડમાં ગુજરાતના ટેબ્લૉને 'પોપ્યુલર ચોઈસ કેટેગરી'માં પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું છે. ગુજરાતનો ટેબ્લૉ “આનર્તપુરથી એકતાનગર સુધી - વિરાસતથી વિકાસના અદ્ભુત સંગમ"ની થીમ પર આધારિત હતો. આ ટેબ્લૉ માં આવરી લેવામાં આવેલા પાસાઓ તેમજ તેની સુંદર રજૂઆતે અનેક લોકોના દિલ જીતી લીધા હતા. 


છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાતનો ટેબ્લૉ પોપ્યુલર ચોઈસ કેટેગરીમાં પ્રથમ સ્થાને આવી રહ્યો છે, તે વિશેષ આનંદની વાત છે. આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ ગુજરાતના સૌ નાગરિકોને ખૂબ-ખૂબ અભિનંદન.


આ પહેલા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વોટ આપવા કરી હતી અપીલ


 






આ પણ વાંચો...


Weather Update:રાજયમાં ખેડૂતો માટે માઠા સમાચાર,આ તારીખથી આ જિલ્લામાં વરસાદની આગાહી