અમદાવાદઃ 17 સપ્ટેમબરે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીનો જન્મદિવસ છે. ત્યારે તેના એક દિવસ પહેલાં રેલવે મંત્રાલયે ગુજરાતને વિશેષ ભેટ આપી છે. રાજકોટ-મુંબઈ વચ્ચે સુપરફાસ્ટ ટ્રેન અને જામનગર-મુંબઈ વચ્ચે એસી ટ્રેનને મંજૂરી અપાઈ રેલવે મંત્રાલય દ્વારા આપવામાં આવી છે. આ વિશેષ સેવા શરૂ થવાથી મુંબઈ જવાના યાત્રીકો અને ખાસ કરીને સૌરાષ્ટ્ર વાસીઓને ખુબ સરળતા રહેશે.