Gujarat Weather Update: હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. પરંતુ અમુક વિસ્તારમાં વરસાદની આગાહી છે. અમદાવાદમાં આજે અમુક જગ્યાએ વરસાદ પડી શકે છે, આજે અમદાવાદનું તાપમાન 40 ડિગ્રી રહેશે.


હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ગુજરાતમાં વાવાઝોડું આવે તેવી સંભાવના છે. અરબી સમુદ્રમાં સર્કુલેશન બનવાની સંભાવના છે.  દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં 5 તારીખે સાયક્લોનિક સર્કુલેશન બનશે, જે 7 જૂન આસપાસ લો પ્રેશર બની શકે છે. જેના કારણે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડશે. જૂન મહિનાની 7 થી 11 વચ્ચે ભારે વરસાદની સંભાવના છે.


ચોમાસા અંગે શું કહ્યું હવામાન વિભાગે

હવામાન વિભાગે ચોમાસા અંગે કહ્યું, ચોમાસું હાલ આગળ વધી રહ્યું છે. ચોમાસું લક્ષદ્વીપ અને માલદીવ પાસે પહોંચ્યું છે. જલ્દી જ કેરળ પહોંચી જશે, જે બાદ મહારાષ્ટ્ર અને ત્યાર પછી ગુજરાત ચોમાસું પહોંચશે.


ગુજરાતમાં તોળાઇ રહેલા વાવાઝોડાના ખતરા વિશે અંબાલાલે શું કરી આગાહી


હવામાન વિભાગની આગાહી મુજબ અરબ સાગર અને બંગાળની ખાડીમાં 8 અને 10 જૂનની વચ્ચે  એક સાયક્લોનિક સિસ્ટમ બની રહી છે. હવામાન નિષ્ણાત મુજબ આ સિસ્ટમની અસર ગુજરાતના હવામાન પર પણ થઇ શકે છે. હવામાનના નિષ્ણાત અંબાલાલે પણ આવનાર વાવાઝોડાના ખતરા સંદર્ભે કેટલીક આગાહી કરી છે.


દેશ પર હાલ  ત્રિપલ વાવાઝોડાનો ખતરો તોડાળ રહ્યો છે. અરબ સાગરમાં બે અને એક  બંગાળની ખાડીમાં એક વાવાઝોડુ સક્રિય થઇ રહ્યું છે.6 જુનથી 9 જુન સુધી તે સક્રિય થઇ શકે છે. હવામાનના નિષ્ણાત મુજબ ગુજરાત પર બે વાવાઝોડાનો ખતરો દેખાઇ રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાની અસરની શક્યતાનો અનુમાન છે ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં પણ તેની  અસર જોવા મળે કેવો અનુમાન છે. વાવાઝોડાના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની શક્યતા જોવાઇ રહી છે.


વાવાઝોડોના ખતરા વિશે અંબાલાલ બે શું કરી આગાહી?


હવામાન નિષ્ણાત આંબાલાલે વાવાઝોડાની ગુજરાત પર અસરને લઇને આગાહી કરતા જણાવ્યું કે, 6 જૂનથી અરબ સાગરના મધ્યમ ભાગમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થશે, જેના પગલે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં હવાનું દબાણ રહેવાની શક્યતા જોવાઇ રહી છે. સાયકલોનિક સિસ્ટમ સક્રિય થતાં 7 અને 8 જુને દરિયા પર તેની ખાસ અસર જોવા મળશે દરિયો તોફાની બનશે જો કે વાવાઝોડાને લઇને રાજ્યમાં કોઇ મોટા નુકાનનો અનુમાન નથી.  જો કે ગુજરાતના દરિયાઇ વિસ્તારમાં 4 જુનથી 11 જૂન સુધી વાવાઝાડાની અસર રહેશે. જેના પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ થઇ શકે છે.