Gujarat Weather Update: રાજ્યમાં આગામી 5 દિવસ કેવું વાતાવરણ રહેશે તેને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જે મુજબ રાજ્યનું વાતાવરણ ડ્રાય રહેશે. રાજ્યમાં વરસાદની શક્યતા નથી. લઘુતમ તાપમાનમાં ફેર નહીં પડે, નલિયામાં સૌથી ઓછું 10 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગાંધીનગરમાં 11.8 ડિગ્રી અને અમદાવાદનું તાપમાન 14 ડિગ્રી નોંધાયું હતું.


હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની કોઇ શક્યતા નથી. રાજ્યનું વાતાવરણ સુકૂં રહેશે. આગામી પાંચથી છ દિવસ લઘુતમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર નહિ થાય. કેટલાક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો થઇ શકે છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા તાપમાન અંગેની વાત કરતા હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યુ કે, ગુજરાતમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં નોંધાયુ છે. નલિયામાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ સાથે અમદાવાદ અને ગાંધીનગરના તાપમાન અંગે વાત કરતા તેમણે જણાવ્યુ કે, ગાંધીનગરમાં 11.8 ડિગ્રી તાપમાન જ્યારે અમદાવાદમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ સાથે તેમણે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાદળછાયું વાતાવરણ રહેશે તેમ પણ જણાવ્યુ છે.






દેશમાં કેવું રહેશે હવામાન


હવામાન વિભાગે ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં આગામી બે દિવસ સુધી ગાઢ ધુમ્મસની આગાહી કરી છે. ઠંડી અને ધુમ્મસમાંથી ક્યારે રાહત મળશે તે પણ જણાવ્યું. દિલ્હી સહિત ઉત્તર ભારતના મોટાભાગના સ્થળોએ દિવસ દરમિયાન સૂર્યપ્રકાશને કારણે ઠંડીથી રાહત મળી છે. દરમિયાન, હવામાન વિભાગે ઉત્તર ભારત સહિત પહાડી વિસ્તારોમાં ઠંડી અને ધુમ્મસને લઈને ચેતવણી જાહેર કરી છે. IMD અનુસાર, પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં આગામી ત્રણ દિવસ સુધી ગાઢ ધુમ્મસની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 27 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી સાંજ અને સવારના સમયે ઉત્તર પ્રદેશના મોટાભાગના ભાગો અને પંજાબ, હરિયાણા, બિહાર અને ચંદીગઢના કેટલાક ભાગોમાં ગાઢ ધુમ્મસની સંભાવના છે. આ સિવાય રાજસ્થાન, ઉત્તરાખંડ, પશ્ચિમ મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, આસામ, મેઘાલય અને મિઝોરમમાં 27-28 જાન્યુઆરી સુધી સવારે ગાઢ ધુમ્મસની સંભાવના છે.


IMDએ જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને બિહારના કેટલાક ભાગોમાં 30 જાન્યુઆરી સુધી ઠંડા દિવસથી ગંભીર ઠંડા દિવસની સ્થિતિ યથાવત રહેવાની શક્યતા છે. આગામી 24 કલાકમાં આંદામાન અને નિકોબારમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર ભારતમાં 28 જાન્યુઆરી સુધી ઠંડા દિવસથી તીવ્ર ઠંડીની સ્થિતિ યથાવત રહેવાની ધારણા છે અને તે પછી ઠંડીમાં ઘટાડો થવાની સંભાવના છે. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહારમાં 30 જાન્યુઆરી પછી ઠંડીના દિવસોમાં ઘટાડો શરૂ થશે. ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક સ્થળોએ 27-28 જાન્યુઆરી સુધી ઠંડીનું મોજું રહી શકે છે. આ પછી આ સ્થળોએ પણ શીત લહેર ઘટવા લાગશે.