Gujarat Weather Update: કમોસમી વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, રાજ્યમાં આગામી 5 દિવસ ગરમીનો પ્રકોપ રહેશે. આવતીકાલથી એક થી બે સ્થળે વરસાદની સંભાવના છે, 13 એપ્રિલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની સંભાવના છે. જ્યારે સુરત, વલસાડ, નવસારી, તાપી,  ડાંગ, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરમાં વરસાદની આગાહી છે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સેક્યુલેશન સક્રિય છે. હિટ એક્શન પ્લાન મુજબ તાપમાન જોવા મળી રહ્યું છે, 14 અને 15 એપ્રિલે અમદાવાદમાં હિટ વેવની આગાહી છે.


ગુજરાતમાં જુલાઈથી ઓગસ્ટ સારું ચોમાસુ રહેશે

દેશમાં ચોમાસાને લઈને હવામાન વિભાગે પૂર્વાનુમાન જાહેર કર્યું છે. IMD દ્વારા દેશમાં ચોમાસું સામાન્ય રહે તેમ જણાવાયું છે. આ વર્ષે ચોમાસું સરેરાશથી નીચે 96 % રેહવાની સંભાવના છે. દેશમાં 87 ટકા વરસાદ હોય છે જેનો 96 ટકા વરસાદ રહશે. ચોમાસાનો પ્રથમ તબક્કો ખૂબ સારો રહશે, અલ નિનો જૂન અને જુલાઈમાં ડેવલપ થશે. અલ નિનો ના કારણે ચોમાસાના બીજા તબક્કામાં અસર થશે. અલ નિનોની દરિયાઈ સપાટી પરના ગરમ પવનોને ઉપર ચોમાસાની ગતિવિધિ રહશે.ગુજરાતમાં જુલાઈથી ઓગસ્ટ સારું ચોમાસુ રહેશે.


દેશના ઘણા ભાગો આકરી ગરમી અને પરસેવાથી ત્રસ્ત છે. માનવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોમાં ભારતના મોટાભાગના વિસ્તારોમાં ભેજવાળી ગરમીનો સામનો કરવો પડી શકે છે. મધ્ય ભારત અને તેની આજુબાજુના વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ તાપમાનની અપેક્ષા છે. પશ્ચિમ બંગાળ અને દક્ષિણ-પૂર્વ ભારત જેવા પૂર્વ ભારતના ઘણા ભાગોમાં, પારો 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરી શકે છે. આગાહી અનુસાર, ઓડિશા, બિહાર, ઝારખંડ, ગુજરાત અને ગોવામાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર થવાની સંભાવના છે. આંધ્રપ્રદેશમાં પણ તીવ્ર ગરમી પડી શકે છે, જ્યારે તેલંગાણા અને મહારાષ્ટ્રમાં પણ તાપમાનમાં વધારો થવાની ધારણા છે.


યલો એલર્ટ


હવામાન વિભાગ દ્વારા ખરાબ હવામાનની સ્થિતિ વિશે જણાવવા માટે યલો એલર્ટ જારી કરવામાં આવે છે. આ એક પ્રકારની એલાર્મ બેલ છે. જે સંકેત આપે છે કે વર્તમાન પરિસ્થિતિમાં કોઈ ખતરો નથી, પરંતુ ખતરનાક હવામાન ગમે ત્યારે તમારી સામે આવી શકે છે, તેના માટે તૈયાર રહો.


ઓરેન્જ એલર્ટ


ઓરેન્જ એલર્ટ યલો એલર્ટ કરતા એક ડગલું આગળ છે. મતલબ કે ખતરો આવી રહ્યો છે. હવે તમારે બેદરકાર ન રહેવું જોઈએ. આ પછી ગમે ત્યારે ખતરનાક હવામાન તમારી સામે આવી શકે છે. આવી સ્થિતિમાં, તે પરિસ્થિતિનો સામનો કરવા માટે તમારી જાતને તૈયાર કરો. જ્યારે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવે છે, ત્યારે સંબંધિત અધિકારીઓને તૈયાર રહેવા માટે કહેવામાં આવે છે અને લોકોને આવતા-જતા સાવચેતી રાખવા માટે કહેવામાં આવે છે.


રેડ એલર્ટ


જ્યારે હવામાન ખૂબ જ ખરાબ છે અને તેના કારણે નુકસાન થવાની સંભાવના છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જારી કરવામાં આવે છે. આ ખતરનાક હવામાનની નિશાની છે. લોકોને એલર્ટ કરવા માટે રેડ એલર્ટ જારી કરવામાં આવે છે કે હવે તમારે તમારી સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ નિયમોનું પાલન કરવું જોઈએ. શિયાળામાં રેડ એલર્ટનો અર્થ ખતરનાક ઠંડીની સ્થિતિ છે, જ્યારે વરસાદની મોસમમાં રેડ એલર્ટનો અર્થ પૂર, તોફાન અથવા નુકસાનકારક વરસાદ થાય છે. રેડ એલર્ટ બાદ લોકોએ બેદરકારી ન રાખવી જોઈએ. આવી સ્થિતિમાં તે ઋતુના પ્રકોપથી બચવાની વ્યવસ્થા કરવી જોઈએ.