ગાંધીનગર ખાતે આવેલા ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમમાં ગુજરાતી લાકગાયક કિંજલ દવે પહોંચ્યા હતા. જ્યાં ભરત પંડ્યા અને પ્રદેશ પ્રમુખ જીતી વાઘાણી સાથે ચર્ચાઓ કરી હતી. આ દરમિયાન કિંજલ દવેના પિતા લલિત દવે પણ હાજર હતાં.
કિંજલ દવેને પ્રદેશ પ્રમુક જીતુ વાઘાણીએ ભાજપનો ખેસ પહેરાવીને ભાજપમાં સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત કિંજલ દવે ભાજપમાં જોડાયા બાદ જીતુ વાઘાણીએ તેને અભિનંદન પણ પાઠવ્યા હતા.
આ પ્રસંગે ભાજપ પ્રવક્તા ભરત પંડ્યા સહિતના ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા. કિંજલ દવે ભાજપમાં જોડાઈ તેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.