અમદાવાદઃ ગુજરાતની  જાણીતી સિંગર  કિંજલ દવે પોતાના ગીતોને લઇ હંમેશા ચર્ચામા રહે છે. ત્યારે વધુ એક વખત કિંજલ દવેએ સૌ કોઇને ચોંકાવી દીધા છે. અભિનેત્રી અને લોક ગાયિકા કિંજલ દવેએ હવે ભાજપનાં સદસ્યતા અભિયાનને પોતાનો ટેકો જાહેર કર્યો છે અને તે ભાજપમાં જોડાઇ ગઇ છે.



ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘણી અને પ્રવક્તા ભરત પંડ્યાની હાજરીમાં કિંજલ દવે  ભાજપમાં જોડાઈ હતી. તેણે લોકોને મિસકોલ કરી ભાજપના સભ્ય બનવાની પણ અપીલ કરી હતી.



આ સાથે જ કિંજલે પોતાના પ્રશંસકો અને લોકોને ભાજપનાં સદસ્યતા અભિયાનમાં જોડાવા માટે આગ્રહ પણ કર્યો છે. સાથે જ તેને આ વાતની માહિતી પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર આપી છે.



કિંજલ દવેએ પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર જીતુ વાઘાણી સાથેનો ફોટો પણ પોસ્ટ કર્યો છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ ટેગ કર્યા છે.