Happy New Year 2024: નવા વર્ષને આવકારવા માટે લોકો અલગ-અલગ જગ્યાએ ઉજવણી કરી રહ્યા છે. પૃથ્વી પર સ્વર્ગ કહેવાત જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં પણ લોકો સંગીતના તાલે નાચતા જોવા મળ્યા, જ્યારે થાઈલેન્ડમાં જોરદાર આતશબાજી અને રંગોનો વરસાદ જોવા મળ્યો. દેશમાં નવા વર્ષની ઉજવણીનો માહોલ છે અને જોરદાર પાર્ટીઓ યોજાઈ રહી છે. રસ્તામાં ઘણા લોકો ટ્રાફિકના કારણે અટવાયા છે. વાસ્તવમાં, દિલ્હી-NCRમાં ગંભીર ટ્રાફિક જામની સ્થિતિ છે. તો બીજી તરફ ગુજરાતમાં પણ ઠેરઠેર ડીજેના તાલે યુવાધન નવા વર્ષને આવકારી રહ્યું છે.
રાજ્યના મોટા સીટીઓમાં પાર્ટી પ્લોટમાં લોકો નવા વર્ષની ઉજવણી માટે એકઠા થયા છે. ઠેર ઠેર સંગીતના તાલે યુવાઓ ઝુમી રહ્યા છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના મહાનગરોમાં લોકો ઉલ્લાસભેર ઉજવણી કરી રહ્યા છે. એનિમલ ફિલ્મનું ગીત જમાલ જમાલ પર લોકો ખુબ ઝુમી રહ્યા છે.
તો બીજી તરફ અમદાવાદમાં 31 ડિસેમ્બરને લઈને પોલીસનું ચેકીંગ પણ ચાલી રહ્યું છે. શહેરમા જાણીતા સિંધુભવન રોડના ટાઈમ્સ સ્કેવર પાસે SoGએ ચેકીંગ હાથ ધર્યું હતું. ડ્રગ્સ ટેસ્ટીગ કીટથી ચેકીંગ કરાઈ રહ્યું છે. નશો કરેલ હાલતમાં લોકોને શોધવા માટે ચેકીંગ કરાઈ રહ્યું છે. રિવરફ્રન્ટ,સિંધુભવન, એસ.જી હાઇવે સહિતના વિસ્તારમાં ચેકીંગ ચાલું છે.
આ ઉપરાંત ડાયમંડ નગરી સુરતમાં ન્યુયર પાર્ટીને લઇ શહેરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. સુરતમાં ન્યુરની ઉજવણી માટે લોકો પરિવાર સાથે પાર્ટીઓમાં પહોંચ્યા છે. સુરત શહેરમાં ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. બ્રેથ અને ડ્રગ્સ એનાલઇઝર દ્વારા લોકોનું ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. 31 ડિસેમ્બરને સાથે રવિવારની રજાથી ન્યુયરની પાર્ટી બમણાઇ છે. ન્યુયરની પાર્ટીની ઉજવણી કરવા મોટી સંખ્યામાં સુરતીઓ પરિવાર સાથે રસ્તાઓ પર જોવા મળી રહ્યા છે. પાર્ટી,ક્લબો અને રસ્તા પર ન્યુ યરની ઉજવણી કરવા સુરતીઓની ભીડથી જોવા મળી રહી છે. સુરત પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત આજના દિવસને લઇ ગોઠવામાં આવ્યો છે. વાહન લઇ રસ્તા પરથી પસાર થતા લોકોનું પોલીસ દ્વારા સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.
તો બીજી તરફ દમણ બોર્ડર નજીક આવેલા વિસ્તારમાં પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. વલસાડ પોલીસ દ્વારા પીધેલાઓને ઝડપી પાડવામાં આવ્યા છે. 31 ડિસેમ્બરને લઈને પોલીસ એક્શન મોડમાં આવી છે. પોલીસ દ્વારા તમામ ચેકપોસ્ટ પર ચેકિંગ હાથ ધરાયુ છે. બ્રેથ એનલાઇઝર વડે ચેકીંગ હાથ ધરાયુ છે. જેમાં મોટી સંખ્યામાં દારુ પીધેલા લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે.