જોકે, આ કાર્યક્રમમાં હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરિયાનાં સમર્થકો સામસામે આવી ગયા હતા. પ્રસંગમ્ પાર્ટી પ્લોટમાં થયેલા આ સ્નેહમિલનમાં હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરિયાનાં સમર્થકો વચ્ચે મારામારી થઈ હતી.
આ ઉપરાંત હાર્દિક પટેલની પત્ની કિંજલ પણ આ સ્નેહમિલનમાં હાજર રહી હતી. જ્યારે પાસના આગેવાનો પણ હાજર રહ્યા હતાં. લગ્ન બાદ હાર્દિક અને કિંજલ જાહેરામાં પહેલીવાર સામે આવ્યા હતાં. સ્ટેજ પર હાર્દિક અને કિંજલ એકસાથે જોવા મળ્યાં હતાં આ દરમિયાન બન્ને હસતાં જોવા મળ્યાં હતાં.
મનોજ પનારાએ હાર્દિક પટેલની પત્ની કિંજલને સ્ટેજ પર બોલાવ્યા હતાં અને મનોજ પનારા કિંજલને ભાભી કહીને બોલાવી હતી. ત્યાર બાદ કહ્યું હતું કે, હાર્દિક અને કિંજલ એકસાથે કોલેજ કરતાં હતા તે દરમિયાન હાર્દિકે વચન આપ્યું હતું કે તેની સાથે લગ્ન કરીશ અને તે વચન નિભાવ્યું છે.