અમદાવાદઃ કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ લોકસભા ચૂંટણી નહીં લડી શકે તેવો હાઇકોર્ટે ફેંસલો સંભળાવ્યા બાદ આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અંગે પ્રથમ વખત પ્રતિક્રિયા આપી હતી. રૂપાણીએ હાર્દિકની સરખામણી અલગાવવાદી સાથે કરી હતી.

જેને લઈ હાર્દિક પટેલે વિજય રૂપાણીના નિવેદન પર પલટવાર કરતાં કહ્યું કે, ભાજપની સરકાર સામે બોલવું ગુનો છે એટલે ગુજરાતના નૌજવાનોને અલગાવવાદી કહી રહ્યા છે. આ અંગે હાર્દિક પટેલે ટ્વિટ કર્યું હતું.




હાર્દિક મુદ્દે રૂપાણીના નિવેદન પર શું કહે છે પાસના કન્વીનર ધાર્મિક માલવીયા ? જુઓ વીડિયો


મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાર્દિક પટેલને કેમ ગણાવ્યો અલગાવવાદી ? જુઓ વીડિયો