અમદાવાદઃ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દીકરા આરુષનો વીડિયો સોશિયલ મીડિયા ટ્વીટરમાં પોસ્ટ કર્યો છે. જેમાં તે રૅપ સોન્ગ ગાઈ રહ્યો છે. આરુષ હાથમાં માઈક લઈને રૅપ સોન્ગ ગાઈ રહ્યો છે. 'લંડન જઈશ, અમેરિકા જઈશ, દુનિયાભરની સારી સારી હોટલોમાં રહીશ, બધા હેલો હેલો કરશે, હું કેમ છો કહીશ, ગુજરાતી છું, ગુજરાતી રહીશ.' વીડિયોમાં તેની આજુબાજુમાં સ્કૂલના અન્ય બાળકો પણ જોવા મળી રહ્યા છે.
ગૃહ રાજ્યમંત્રીએ આ વીડિયોને ટ્વીટ કરીને લખ્યું છે, 'આનાથી વધારે ગર્વ ન અનુભવી શકું. મારા દીકરા આરુષનું રૅપ દરેક રીતે સાચું છે. ગુજરાતી છું.. ગુજરાતી રહીશ.' આ વીડિયોને અત્યાર સુધીમાં 57 હજારથી વધુ લોકો જોઇ ચૂક્યા છે. તેમજ પાંચ હજારથી વધુ લોકો લાઈક કરી ચૂક્યા છે, જ્યારે 749થી વધુ વખત તેને રિટ્વીટ કરી ચૂકાયો છે.