LRD Recruitment: LRD ભરતીને મહત્વના સમાચાર સામે આવ્યા છે. LRD ભરતીને લઈ હસમુખ પટેલે ટ્વીટ કર્યું છે. સપ્ટેમ્બરના અંત સુધીમાં પસંદગી બહાર પડે તેવી શક્યતા છે. 13 સપ્ટેમ્બર સુધીમાં દસ્તાવેજની ચકાસણી પૂર્ણ થશે.


 




તેમણે ટ્વીટમાં લખ્યું કે, મોટાભાગના ST ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણી 6/9/22 સુધીમાં પૂર્ણ થશે. ત્યારબાદ  તમામ પ્રમાણપત્રો આદિજાતિ વિભાગની સમિતિઓને વેરિફિકેશન માટે મોકલી આપવામાં આવશે. તે તથા SC, SEBC પ્રમાણપત્રોના વેરિફિકેશન થઈ આવ્યા બાદ પસંદગી યાદી બહાર પાડવામાં આવશે.


SEBC તથા SC પ્રમાણપત્રો પૈકી મોટાભાગના પ્રમાણપત્રોનું વેરિફિકેશન દસ્તાવેજ ચકાસણી દરમિયાન થવાની સંભાવના છે, તેમાં બાકી રહેતા પ્રમાણપત્રોની ચકાસણી માટે સમાજ કલ્યાણ વિભાગને બોર્ડ દ્વારા પ્રમાણપત્રો પછી મોકલી આપવામાં આવશે. તેના તથા ST પ્રમાણપત્રો વેરિફિકેશન પછી પરિણામ બહાર પાડી શકાશે.


13/9/22 ના રોજ દસ્તાવેજ ચકાસણી પૂરી થશે. ત્યારબાદ SC ST OBC પ્રમાણપત્ર નું વેરિફિકેશન થયા બાદ પસંદગી યાદી બહાર પાડવામાં આવશે. સપ્ટેમ્બરના અંત સુધીમાં પસંદગી યાદી બહાર પાડવાનો બોર્ડનો પ્રયત્ન રહેશે. પરંતુ તેનો આધાર પ્રમાણપત્રોના વેરિફિકેશન પર રહેશે.


સ્ટેટ બેન્કના એકાઉન્ટ હોલ્ડર્સ માટે સારા સમાચાર


SBI Doorstep Banking Services: બદલાતા સમય સાથે બેન્કિંગ ક્ષેત્રમાં ઘણા ફેરફારો થયા છે. આજકાલ મોટા ભાગનું કામ ઓનલાઈન નેટ બેન્કિંગ કે મોબાઈલ બેન્કિંગ દ્વારા થાય છે, પરંતુ કેટલાક કામ એવા હોય છે કે આપણે બેન્ક કે એટીએમના ચક્કર મારવા પડે છે. તેમાં રોકડ ઉપાડનો પણ સમાવેશ થાય છે. પૈસા ઉપાડવા માટે ગ્રાહકોએ બેંક કે એટીએમ મશીનમાં જવું પડે છે. આ સિવાય કોઈપણ જરૂરી દસ્તાવેજો જમા કરાવવા જેવા કામ માટે બ્રાન્ચમાં જવું પડે છે. પરંતુ ઘણી વખત સિનિયર સિટીઝન કે દિવ્યાંગ ગ્રાહકોને આ કરવામાં ઘણી તકલીફ પડે છે.


ડોરસ્ટેપ બેન્કિગનો લાભ લો









SBI ડોરસ્ટેપ બેંકિંગ દ્વારા તમે ઘરે બેઠા રૂ. 1,000 થી રૂ. 20,000 સુધીનો ઓર્ડર કરી શકો છો. ગ્રાહકને જ્યારે ખાતામાં પર્યાપ્ત બેલેન્સ હશે ત્યારે તેને રોકડ ડિલિવરીની સુવિધા ઉપલબ્ધ થશે. બેલેન્સ ન હોવાના કિસ્સામાં તમારા ટ્રાજેક્શનને રદ કરવામાં આવશે.


એક મહિનામાં ત્રણ સર્વિસ મફત


SBI એ માહિતી આપી છે કે વિકલાંગ વ્યક્તિને મહિનામાં ત્રણ વખત ફ્રી ડોરસ્ટેપ બેંકિંગ સેવાની સુવિધા મળશે. આ પછી પણ જો તમે આ સેવાની સુવિધા લો છો તો તમારે તેના માટે અલગ ફી ચૂકવવી પડશે. ઉલ્લેખનીય છે કે કેશ ઇન ડોરસ્ટેપ બેંકિંગ સિવાય તમને બીજી ઘણી બેંકિંગ સેવાઓનો લાભ મળે છે. બેંક વર્ષ 2018 થી તેની તમામ શાખાઓમાં આ સેવા પ્રદાન કરી રહી છે. ડોરસ્ટેપ બેન્કિંગનો લાભ લેવા માટે તમારે પહેલા તમારી પેરેન્ટ બ્રાન્ચમાં નોંધણી કરાવવાની જરૂર છે. તે પછી તમને આ સેવા મળવા લાગશે.