અમદાવાદ: શહેરમાં હુકાબાર ઝડપાયું છે. ગાંધીનગર સ્ટેટમોનિટરિંગ સેલે દરોડા પાડી હુકાબાર ઝડપી પાડ્યું છે. સેક્રેડ-9મા ઘણા સમયથી હુક્કાબાર ચાલતું હોવાનું સામે આવ્યું છે. પોલીસની રેડમાં મોટી સંખ્યામાં યુવક-યુવતી ઝડપાયા છે. નોંધનિય છે કે, રાજ્યમાં નશાના દુષણને ડામવા પોલીસ દ્વારા અનેક જગ્યાએ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ પહેલા મુંદ્રા પોર્ટ પરથી મોટી સંખ્યામાં ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેમાં આજે એક વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી છે.
સુરત SOGએ એક બાઇક સવારને અફીણ સાથે રગેહાથે ઝડપી પાડયો
તો બીજી તરફ સુરત SOGએ લસકાણા નજીકથી એક બાઇક સવારને અફીણ સાથે રગેહાથે ઝડપી પાડયો છે. SOGએ બાતમીના આધારે આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હોવાની વાત સામે આવી છે. અફીણ સાથે પકડાયેલો ઈસમ વૃદ્ધ છે. વૃદ્ધ લગભગ 500 કિલો મીટર દૂરથી અફીણ લઈને સુરત આવ્યો હતો. વૃદ્ધ કોઈ પ્રસંગ માટે આ અફીણ લાવ્યો હોવાની વાત સામે આવી છે. જોકે હાલ સરથાણા પોલીસ તપાસ કરી રહી છે કે, આ નશાના કારોબારમાં કોણ કોણ સામેલ છે. વૃદ્ધ પાસેથી 4776 ગ્રામ અફીણ જપ્ત કરવામાં આવ્યું છે. જેની અંદાજીત કિંમત 1,45,800 રૂપિયા છે. અફીણ સાથે પકડાયેલ વૃદ્ધ રાજસ્થાનથી સુરત બાઇક ઉપર લઈને આવ્યો હતો. સાથે સાથે અગાઉ આ રીતે અફીણની હેરાફેરીમાં વૃદ્ધનો કોઈ સગો પકડાય ચુક્યો છે. SOG એ બાતમીના આધારે પકડી પાડેલા અફીણ કેસને સરથાણા પોલીસને આપી ફરિયાદ દાખલ કરી છે.
376 કરોડના હેરોઇન કેસમાં એકની ધરપકડ
મુન્દ્રા પોર્ટ પરથી ગુજરાત ATS અને પંજાબ પોલિસે સયુંક્ત ઓપરેશન કરી ઝડપેલ ડ્રગ્સના મામલે ગુજરાત ATSએ આજે એક શખ્સની પંજાબથી ધરપકડ કરી ભુજ NDPS કોર્ટમા રજુ કર્યો હતો. 376 કરોડના હેરોઇન કેસમા ટ્રાન્ઝિટ વોરન્ટના આધારે આજે ATS તેના રીમાન્ડ મેળવવા ભુજ આવી હતી. દિપક કિંગરને 75 કિલો હેરોઇન કેસમા દીપકના 10 દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતા. ડીલાઇટ ઇમ્પેક્ટ પેઢીના નામે દિપકે ઇમ્પોર્ટર તરીકે માલ મંગાવ્યો હતો અને કાપડની આડમાં આવેલુ હેરોઇન પકડાયુ હતુ. 10 દિવસના રીમાન્ડ દયમ્યાન દિપકના કનેકશન તથા ડ્રગ્સ ડીલરો સાથે તેના સંબંધો અંગે વિવિધ રાજ્યોમા તપાસ કરાશે.