હેલ્થ: તમે લાંબા સમય સુધી ઓછો ખોરાક લો છો, તો આ બાબત આપના સ્વાસ્થ્ય અને મગજને પણ અસર કરી શકે છે. તેથી, જો તમે ફક્ત એક જ સમય ભોજન કરતા હો તો તેમાં બધા જ પોષક તત્વનો સામેલ કરો. જેથી કોઈપણ પ્રકારનું નુકસાન ટાળી શકો છો.
લોકો ડાયેટિંગના ચક્કરમાં તેમના સ્વાસ્થ્ય સાથે ગડબડ શરૂ કરી દીધી છે. ઘણા લોકો પાતળા થવા માટે દિવસમાં માત્ર એક જ વાર ખોરાક લે છે. જો આપ પણ ડાયટિંગના ચક્કરમાં એક જ સમય ભોજન લેતા હો તો પહેલા તેના નુકસાન જાણી લો
દિવસમાં એક સમય જ ખાવાના નુકસાન અને ફાયદા
ન્યુટ્રીનશ એક્સપર્ટ નિખિલ વત્સનના મત મુજબ જો હેલ્થી ફૂડ સાથે અને સંપૂર્ણ પોષકતત્વ સાથે જો એક સમય ભોજન કરવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. દિવસમાં એક જ સમય હેલ્થી ફૂડ ખાવું તે ખૂબ જ પાવરફુલ ટેકનિક છે.તેના માટે શરીરને રીસેટ કરવા માટે વજન ઓછુ થાય છે. સ્કિન ડિટોક્સ થાય છે. ડાઇજેશન સિસ્ટમ પણ સારી રહે છે. તેનાથી ઇમ્યુનિટી પણ મજબૂત બને છે.
દિવસમાં એક વખત ફૂડ લેવાથી આપ અન્ડર વેઇટ થઇ શકો છો. તેનાથી નબળાઇ અને થકાવટ પણ લાગે છે. આપ ઝડપથી બીમારી પડી શકો છો.
પાચનતંત્રને અસર
ઓછું ખાવાથી આપનું પાચનતંત્ર પણ પ્રભાવિત થઇ શકે છે. તેનાથી શરીરને સારા પ્રમાણમાં પોષણ નથી મળતું. તેનાથી આંતરડાને ખાવાનું પચાવાવામં આને પરેશાની થાય છે. ેતનાથી પાચન ક્રિયા પણ ધીમી પડી જાય છે.
ઇમ્યુનિટી પર અસર
કેટલીક વખત એક સમય યોગ્ય પોષણ યુક્ત ફૂડ ન લેવાથી ન્યુટ્રીશનમાં કમી આવી જાય છે. આ સ્થિતિમાં આપને સંક્રમણ અને શરદી ખાંસી થઇ શકે છે.
કબજિયાતની સમસ્યા
એક સમય ખાવામાં જો ફાઇબરયુક્ત ફૂડ ન હોય તો આપને કબજિયાતની સમસ્યા પણ થઇ શકે છે. પાચનની પ્રકિયા ધીમી પડી જાય છે. કેટલીક વખત ખાવાથી કબજિયાતની સમસ્યા પણ થાય છે. ઓછું ખાાવાથી કબજિયાતની સમસ્યા થઇ જાચ છે.
ડિપ્રેશન
જરૂરતથી ઓછું ખાવાથી આપને ડિપ્રેશન પણ થઇ શકે છે. ઓછી કેલેરી લેવાથી ચિંતા અને તણાવ વધી શકે છે.
.