Heat Wave: રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે, દિવસ કરતાં રાત્રે ગરમીનો પારો ઉંચો રહે છે, હવામાન વિભાગ અને આગાહીકારોની આગાહી પ્રમાણે, રાજ્યમાં આગામી દિવસોમાં વધુ ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે. હાલમાં ગુજરાતમાં માર્ચ માહિનો પુરો થઇ રહ્યો છે અને ગરમીનો પારો હાઇ થઇ રહ્યો છે. અત્યારે સમગ્ર રાજ્યમાં રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે. દિવસ કરતા રાતની ગરમીએ રેકોર્ડ તોડ્યો છે. રાતની ગરમી સામાન્ય કરતા ચારથી સાડા ચાર ડિગ્રી વધુ રહી છે. રાજ્યમાં ગાંધીનગર, વડોદરામાં મહત્તમ તાપમાન 39 ડિગ્રીને પાર પહોંચ્યુ છે. અમરેલી, અમદાવાદમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રીને પાર રહ્યો છે. ચાર શહેરોમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રીને પાર પહોંચ્યુ છે.


ગરમીનો પ્રકોપ 
ગાંધીનગરમાં 39.6 ડિગ્રી તાપમાન
વડોદરામાં 39.4 ડિગ્રી તાપમાન
અમરેલીમાં 39.4 ડિગ્રી તાપમાન
અમદાવાદમાં 39.0 ડિગ્રી તાપમાન
ડીસામાં 38.0 ડિગ્રી તાપમાન
સુરેન્દ્રનગરમાં 38.8 ડિગ્રી તાપમાન
રાજકોટમાં 38.7 ડિગ્રી તાપમાન
વલ્લભવિદ્યાનગરમાં 38.3 ડિગ્રી તાપમાન
મહુવામાં 37.8 ડિગ્રી તાપમાન
કેશોદમાં 37.7 ડિગ્રી તાપમાન


રાજસ્થાન-ગુજરાતમાં આકરી ગરમી, પૂર્વોત્તરમાં વરસાદ, યુપી-હરિયાણામાં બદલાશે હવામાન,


હવામાન વિભાગે જણાવ્યું હતું કે 27 થી 31 માર્ચ દરમિયાન પશ્ચિમ હિમાલય ક્ષેત્ર અને ઉત્તર પશ્ચિમ ભારતના આસપાસના મેદાનોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.IMDએ કહ્યું કે 30 માર્ચથી 1 એપ્રિલ સુધી પૂર્વોત્તર ભારતમાં ભારે વરસાદ પડશે. ઉત્તર-પૂર્વ ભારતમાં અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મેઘાલય અને સિક્કિમ સહિત ઘણા રાજ્યોનો સમાવેશ થાય છે.હવામાન વિભાગે ગુરુવારે (28 માર્ચ, 2024) જમ્મુ અને કાશ્મીર, હરિયાણા, પશ્ચિમ યુપી અને હિમાચલ પ્રદેશમાં ગાજવીજની ચેતવણી આપી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આવું થશે.હવામાન વિભાગે કહ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હરિયાણા અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળમાં પણ વરસાદની સંભાવના છે.