Gujarat Rain: હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. હાલમાં રાજ્યમાં બેથી ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. રાજ્યમાં અત્યાર સુધી 50% જેટલો વરસાદ થઈ ચૂક્યો છે. તો બીજી તરફ આજે સવારે વિરામ બાદ બપોરના સમયે અમદાવાદમાં વરસાદી માહોલ છવાયો છે. શહેરના શિવરંજની,નહેરુનગર,આંબાવાડી,જોધપુર ચાર રસ્તા,રામદેવનગર, એસજી હાઈવે,આનંદનગર,થલતેજ પ્રહલાદનગર,શ્યામલ ચાર રસ્તા,બોડકદેવ,વસ્ત્રાપુર,સેટેલાઈટ રોડ,ઈસ્કોન ચાર રસ્તા,પકવાન,શીલજ,સોલા,સાયન્સ સિટી,શેલા ગામ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે.


 



અમદાવાદ જિલ્લામાં સિઝનનો અત્યાર સુધીમાં 34.61 ટકા વરસાદ નોંધાયો છે. અમદાવાદ જિલ્લામાં સિઝનનો સાડા નવ ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે. તો બીજી તરફ અમદાવાદ શહેરમાં સિઝનનો અત્યાર સુધીમાં 44.55 ટકા વરસાદ પડ્યો છે. અમદાવાદ શહેરમાં સિઝનનો અત્યાર સુધીમાં સાડા 14 ઈંચ વરસાદ પડ્યો છે. બાવળામાં અત્યાર સુધી સિઝનનો 20.43 ટકા વરસાદ જ્યારે ધંધુકામાં અત્યાર સુધી સિઝનનો 79.10 ટકા વરસાદ પડી ચૂક્યો છે.


દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ટંકારીયા અને પ્રેમસર જેવા ગામોમાં વરસાદ વરસ્યો છે. રાવલમાં પણ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. તો બીજી તરફ લાંબા ગામની બજારમાં વરસાદી પાણી ભરાયા છે.


મહેસાણામાં અનરાધાર વરસાદ


મહેસાણાના વિજાપુર શહેરમાં આજે ફરી ધોધમાર વરસાદ શરુ થયો હતો. ધોધમાર વરસાદના કારણે અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા હતા. વિજાપુર મુખ્ય બજાર ગાંધીચોક ટીબી રોડ, APMC રોડ, શાક માર્કેટ રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. રોડ પર વરસાદી પાણી ભરાતા અનેક વાહન ચાલકોને અવર જવરમાં હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.


 



અરવલ્લીમાં વાતાવરણમાં પલટો


ભિલોડામાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. લાંબા વિરામ બાદ ભિલોડામાં વરસાદ પડ્યો છે. લીલછા,ખુમાપુર,માકરોડા,ખલવાડ ,ભવનાથમાં વરસાદ પડી રહ્યો છે. અસહ્ય ઉકળાટ બાદ વરસાદથી ઠંડક પ્રસરી છે. ખેડૂતોએ વાવેતર કર્યા બાદ વરસાદ આવતા ખુશીની લહેર જોવા મળી રહી છે. મગફળી, સોયાબીન, મકાઈના પાકને જીવતદાન મળ્યું છે.


બનાસકાંઠામાં છવાયો વરસાદી માહોલ


ધાનેરાના બોર્ડર વિસ્તારના ગામડાઓમાં પણ બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે. બોર્ડરના ગામડાઓમાં ધીમીધારે વરસાદની શરૂઆત થઈ છે. ધાનેરાના બાપલા,આલવાડા,ખીમત,વાછોલ,વકતાપુરા,કુંડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. વાવણી બાદ વરસાદ વરસતા ધરતીપુત્રો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. સતત ત્રીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત છે.


 



મોરબીમાં મેઘમહેર
 
હળવદ પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. દિવસ દરમિયાન ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે. હળવદ શહેર સહિત ગ્રામ્ય  વિસ્તારમાં ભારે પવન  ગાજવીજ સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે.  હવામાન વિભાગની આગાહી પ્રમાણે  મેધરાજાની ધમાકેદાર એન્ટ્રીથી લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જોરદાર પવન,વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. જેના કારણે નિચાણવાળા વિસ્તારોમાં ઠેર જગ્યાએ પાણી ભરાયા છે.


બનાસકાંઠામાં પણ વરસાદી માહોસ


પાલનપુરના પંથકમાં  ધીમીધારે  ઝરમર  વરસાદની  શરૂઆત થઈ છે. બપોર બાદ વાતવરણમાં પલટો આવ્યો હતો.ભારે ઉકળાટ બાદ વરસાદ શરૂ થતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.


ડભોઇ પંથકમાં વરસાદી માહોલ યથાવત છે. બપોર બાદ પણ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. નગરના જૈન વાગા,મહુડી ભાગોળ,કંસારા બજાર,લાલ બજાર વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તાલુકાના ગ્રામ્ય વિસ્તરોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. બપોર બાદ પણ છૂટો છવાયો વરસાદ પડ્યો છે.


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial