ગાંધીનગરઃ ગુજરાતમાં અનેક જગ્યાઓએ ચોમાસાની વિધિવત શરૂઆત થઈ ગઈ છે. બુધવારે રાજ્યના અનેક વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો હતો. આ દરમિયાન હવામાન વિભાગે ગુજરાતને લઈને મોટી આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું છે કે, રાજ્યમાં 3 જુલાઈ આસપાસ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. વેધર વોચ કમિટીની મળેલી બેઠકમાં આ આગાહી કરવામાં આવી હતી. આ સાથે જ ભારેથી અતિભારે વરસાદને લઈ SDRFને એલર્ટ રહેવાના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે.


ગુજરાતમાં 3 જુલાઈએ અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહીથી તંત્ર એલર્ટમાં આવી ગયું છે. વેધર વોચ કમિટીની બેઠકમાં એસડીઆરએફને એલર્ટના આદેશ આપી દેવામાં આવ્યા છે. એસડીઆરએફને તમામ સાધન સામગ્રી સાથે એલર્ટ રહેવા માટેના આદેશ અપાયા છે. તો હવામાન વિભાગે આગાહી કરી છે કે, અમદાવાદમાં 2 દિવસ સામાન્ય વરસાદ રહેશે.

આ ઉપરાંત હવામાન વિભાગે આગાહી કરી કે, દક્ષિણ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી જોવા મળશે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની પણ હવામાન આગાહી કરી છે. મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

G 20માં મોદી સાથે મુલાકાત પહેલા ટ્રમ્પે કર્યું ટ્વિટ, કહ્યું- ભારત અમેરિકન વસ્તુઓ પરથી હટાવે ટેક્સ

ચંદીગઢમાં  યુવતીએ ભર બજારે યુવકને સળિયાથી ફટકાર્યો, લોકો બનાવતાં રહ્યા વીડિયો

વર્લ્ડકપઃ આજે ભારત-વેસ્ટ ઈન્ડિઝની ટક્કર, જાણો કેવું રહેશે હવામાન અને કેટલા વાગે થશે ટોસ

ગુજરાતમાં દીકરીઓનો જન્મદર ઘટ્યો, નીતિ આયોગના રિપોર્ટમાં શું શું થયા ખુલાસા, જુઓ વીડિયો