અમદાવાદ: અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. અમદાવાદમાં ગાજવિજ સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. શહેરના નિકોલ, નરોડા, બાપુનગર વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. અમદાવાદના વસ્ત્રાલ, એસ.જી હાઈવે, થલતેજ, સેટેલાઈટ ઈસ્કોન સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે.

સાબરકાંઠા જિલ્લામાં પણ એક દિવસના વિરામબાદ આજે ફરી મેઘરાજા મહેરબાન થયા છે. છેલ્લા બે કલાકથી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. હિંમતનગરના ટાવર રોડ પર પણ પાણી ભરાયા છે.

રાજ્યમાં આજે સવારથી જ સર્વત્ર મેઘમહેર જોવા મળી હતી. રાજ્યના 112 તાલુકાઓમાં સવારથી જ વરસાદ પડી રહ્યો છે. આણંદના ખંભાતમાં સૌથી વધારે પંદર ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. જ્યારે ઓલપાડમાં 12.32 ઈંચ વરસાદ ખાબક્યો હતો.