અમદાવાદ: રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે અમદાવાદ શહેરમાં સમી સાંજે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. એટલો ભયંકર વરસાદ પડ્યો કે વિઝિબિલિટી ઘટી ગઈ હતી અને બે ફૂટ આગળ કશું દેખાતું નહોતું. શહેરના એસજી હાઈવે, સરખેજ, બોડકદેવ, ચાંદખેડા, રાણીપ, બોપલ, મણીનગર, બાપુનગર, નરોડા, કાલુપુર, થલતેજમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. માત્ર અઢી કલાકના વરસાદમાં અમદાવાદ જળબંબાકાર બની ગયું હતું.


ગોતા, ચાંદલોડિયા, વસ્ત્રાલ, નિકોલ, ઈસનપુર, સીટીએમ, વસ્ત્રાપુર, સેટેલાઈટ, શિવરંજની, જીવરાજપાર્ક, વેજલપુર સહિતના વિસ્તારોમાં પણ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી. સામાન્ય વરસાદમાં પણ અમદાવાદ પાણી પાણી થઈ ગયું.

કેટલાક વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી હતી.



સાંજના સમયે ઓફિસ છુટવાનો સમય હોય ટ્રાફિક સિગ્નલ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયેલા જોવા મળ્યા