અમદાવાદના કેટલાંક વિસ્તારોમાં પણ વરસાદ શરૂ થયો હતો. અમદાવાદના વસ્ત્રાપુર, બોપલ, થલતેજ, એસ.જી.હાઈવે પર વરસાદ પડ્યો હતો. આ સાથે સાણંદ, શાંતિપુરા સર્કલ, ઘુમામાં પણ ભારે વરસાદ પડ્યો હતો.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તે પહેલાં અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં ભારે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોને કાળઝાળ ગરમીમાંથી ઠંડક મળી છે.
અમદાવાદના વસ્ત્રાપુર, સેટેલાઈટ, વટવા, ઇસનપુર, જમાલપુર, સરખેજ, દરિયાપુર, વસ્ત્રાલ, શ્યામલ વેજપુલ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. આ સિવાય સાણંદમાં પણ વરસાદ ખાબક્યો છે. થોડા સમય પહેલાંજ સાબરમતી, રાણીપ, શાહીબાગ, રામોલ, સરખેજ, કાલુપુર, રાયપુર, આંબાવાડી, પ્રહલાદનગર, S.G. હાઈવે પર વરસાદ પડ્યો હતો.