અમદાવાદઃ અમદાવાદના જમાલપુરમાં બનેલી એક આઘાતજનક ઘટનામાં પોતાના ઘરના ધાબા પર સૂઈ રહેલી યુવતીની મધરાતે યુવકે છેડતી કરી હતી. જમાલપુર વિસ્તારમાં રહેતી આ યુવતી પરિવાર સાથે ધાબે સૂઇ રહી હતી ત્યારે શુક્રવારે રાત્રે 3.30 કલાકે એક યુવક તેની બાજુમાં આવીને સૂઇ ગયો હતો.
યુવક યુવતીના શરીર પર હાથ ફેરવીને શારીરિક છેડછાડ કરવા માંડ્યો હતો. જાગી ગયેલી યુવતીએ બૂમાબૂમ કરી મૂકી હતી અને યુવકનું ગળુ દબાવી દીધું હતું. બૂમાબૂમ સાંભળીને લોકો જાગી જતાં આ યુવક કૂદકો મારીને નાસી ગયો હતો. આ યુવકની ઓળખ છતી થઈ ગઈ હતી.
વહેલી સવારે દારૂના નશામાં ધૂત જમાલપુરમાં રહેતો આ યુવક પરત આવ્યો હતો. જેની જાણ થતાં સ્થાનિક લોકોએ તેને પકડીને બરોબર મેથીપાક ચખાડીને પોલીસને સુપરત કર્યો હતો. આ બનાવ અંગે ગાયકવાડ હવેલી પોલીસે તેની સામે છેડતી અને પીધેલાનો કેસ કરીને ધરપકડ કરીને જેલના હવાલે કર્યો છે.
અમદાવાદઃ ધાબા પર સૂઈ રહેલી યુવતીની બાજુમાં મધરાતે યુવક આવીને સૂઈ ગયો ને શરીર પર હાથ ફેરવવા લાગ્યો.....
abpasmita.in
Updated at:
16 Jun 2019 10:30 AM (IST)
વહેલી સવારે દારૂના નશામાં ધૂત જમાલપુરમાં રહેતો આ યુવક પરત આવ્યો હતો. જેની જાણ થતાં સ્થાનિક લોકોએ તેને પકડીને બરોબર મેથીપાક ચખાડીને પોલીસને સુપરત કર્યો હતો
- - - - - - - - - Advertisement - - - - - - - - -