આ દરમિયાન સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં 35થી 40 કિ.મીની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. આ હળવા દબાણને પગલે આગામી બે દિવસમાં ઉત્તર-પશ્ચિમી રાજ્યો તરફ આગળ વધીને ચક્રવાતમાં પરિવર્તિત થશે.
મંગળવારથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવતાં ગરમીમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાશે. દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં લક્ષદ્વીપ નજીક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ ગયું છે. આ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધીને ચક્રવાતમાં ફેરવાય એવી સંભાવના જોવા મળી રહી છે.
આગામી ચાર દિવસમાં આ ચક્રવાત ગોવા, મુંબઈ, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઈ વિસ્તારોને ધમરોળે એવી શક્યતા જોવા મળી છે. જેના કારણે આગામી 12 અને 13 જૂને સુરત તથા દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારમાં 35થી 40 કિ.મીની ઝડપે પવન સાથે વરસાદ વરસી શકે છે.