અમદાવાદ: અમદાવાદ શહેરમાં રાત્રીના ભારે પવન સાથે જોરદાર વરસાદ શરૂ થયો છે. શહેરના એસજી હાઈવે, સેટેલાઈટ, શિવરંજની, લાલ દરવાજા સહિતના મોટાભાગના વિસ્તારમાં જોરદાર વરસાદ પડ્યો છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.


અમદાવાદના ઘાટલોડિયા, વાડજ, નારોલ, નિકોલમાં વરસાદ પડી રહ્યો છે. ગોતા, સોલા, સાયન્સ સિટી વિસ્તારમાં પણ વરસાદ પડી રહ્યો છે. બોડકદેવ, થલતેજ, રામદેવનગર સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.

3 કલાક માટે ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. વિજળીના ચમકારા સાથે વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનું શરૂ થયું છે.

આગામી 48 કલાકમાં ગુજરાતમાં સત્તાવાર ચોમાસુ બેસશે. રાજ્યમાં ચોમાસાની સમય કરતાં વહેલી શરૂઆત થશે. આગામી 5 દિવસ સુધી રાજ્યમાં છૂટો છવાયો વરસાદ પડશે. 15 અને 16 જૂનના રોજ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે.