હાલ અમદાવાદના અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોને કાળઝાળ ગરમીમાંથી ઠંડક મળી છે.
ગુજરાતમાં ‘વાયુ’ વાવાઝોડાના કારણે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ત્યારે અમદાવાદના હવામાનમાં પણ અચાનક પલટો આવ્યો હતો. હાલ અમદાવાદના કેટલાક વિસ્તારમાં હળવાથી ભારે વરસાદ પડ્યો છે. અમદાવાદમાં પવન સાથે ઝરમરથી ભારે વરસાદ ખાબકી રહ્યો છે.
અમદાવાદના વસ્ત્રાપુર, સેટેલાઇટ, વટવા, ઇસનપુર, જમાલપુર, સરખેજ, દરિયાપુર, વસ્ત્રાલ, શ્યામલ વેજપુલ વિસ્તારમાં વરસાદી માહોલ છે.આ સિવાય સાણંદમાં પણ વરસાદ ખાબકી રહ્યો છે સાથે સાબરમતી, રાણીપ, શાહીબાગ, રામોલ, સરખેજ, કાલુપુર, રાયપુર, આંબાવાડી, પ્રહલાદનગર, S.G. હાઈવે પર વરસાદ પડી રહ્યો છે.