હવામાન વિગાગના જણાવ્યા અનુસાર, હાલમાં રાજ્યમાં ભારે વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં સિઝનનો 100થી વધુ વરસાદ પડી ગયો છે. જ્યારે અમૂક વિસ્તારોમાં હજુ પણ વરસાદ ચાલુ છે અને વધુ પડી શકે છે.
ગુજરાતમાં ચાલુ વરસાદની ટકાવારી......
પ્રદેશ પ્રમાણે વાત કરીએ તો ગુજરાતમાં કચ્છમાં 142.18 ટકા, ઉત્તર ગુજરાતમાં 90.22 ટકા, મધ્ય ગુજરાતમાં 104.28 ટકા, સૌરાષ્ટ્રમાં 112.52 ટકા, દક્ષિણ ગુજરાતમાં 123.22 ટકા સુધી ચાલુ સિઝનમાં વરસાદ વરસી ચૂક્યો છે. સમગ્ર ગુજરાતમાં ચાલુ સિઝનમાં લગભગ 113.55 ટકા સુધી વરસાદ પડી ગયો છે, જેથી કહી શકાય કે રાજ્યમાં અતિવૃષ્ટિની સ્થિતિ ઉદભવી શકે છે.