અમદાવાદ શહેરની વાત કરીએ વહેલી સવારથી શરૂ થયેલા વરસાદે સમગ્ર શહેરના જનજીવનને ઠપ કરી દીધુ હતુ. સવારે 6 થી 9 વાગ્યા સુધી સામાન્ય વરસાદ રહ્યો, બાદમાં 9 વાગ્યા પછી ભારે વરસાદી ઝાપટાં શરૂ થતાં લોકોને ઓફિસ અને ધંધા-રોજગાર જવા માટે તકલીફો પડી હતી. શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા અને ટ્રાફિક જામ થયા હોવાના સમાચારો પણ મળી રહ્યાં છે. ભારે વરસાદના કારણે શહેરમાં વિઝિબિલીટી ડાઉન થઇ ગઇ હતી. અહીં તેની કેટલીક તસવીરો બતાવવામાં આવી છે.
મંગળવારે વહેલી સવારથી મેઘરાજાએ સમગ્ર ગુજરાતમાં એન્ટ્રી કરી, જેમાં અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદથી પાણી ફરી વળ્યા છે.
રાજ્યના અમુક વિસ્તારોમાં 100 ટકાથી વધારે વરસાદ વરસી ચૂક્યો છે અને વરસાવાનું અવિરત ચાલુ છે. તેવી સ્થિતિમાં અમદાવાદ સહિત રાજ્યભરમાં વરસાદી માહોલ બન્યો છે. આજે અમદાવાદ સહિત અમુક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી છે.