ગુજરાત પર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય હોવાના કારણે છેલ્લા 3-4 દિવસથી વરસાદ પડી રહ્યો છે. જોકે હવે ખેલૈયાઓ માટે વરસાદને લઈને સારા સમાચાર આવ્યા છે. આગામી 2 ઓક્ટોબર બાદ વરસાદ ગુજરાતમાં નહીંવત રહેશે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 1 ઓક્ટોબરે રાજ્ય પર વરસાદી સિસ્ટમ સક્રિય રહેશે અને તેનું જોર વધારે હશે. 2 ઓક્ટોબરથી આ સિસ્ટમ નબળી પડતી જશે પરંતુ ચોમાસાની વિદાયના કોઈ સંકેત હજુ સુધી નથી મળ્યાં. 2 ઓક્ટોબરથી સિસ્ટમ નબળી પડવાના કારણે વરસાદનું પ્રમાણ આવનારા દિવસોમાં નહીવત રહેશે.
હવામાન વિભાગે વધુમાં જણાવ્યું હતું કે, આ સિસ્ટમ 2 ઓક્ટોબરથી નબળી પડવાના કારણે 2 ઓક્ટોબર પછીના દિવસોમાં વરસાદની વધારે અસર જોવા મળશે નહીં. 1 ઓક્ટોબરે મહિસાગર, ગાંધીનગર અને ખેડાની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે.