અમદાવાદ: રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આવતી કાલે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત તેમજ બંગાળાની ખાડીના ઉત્તર પશ્ચિમ, દક્ષિણ છત્તિસગઢ અને દક્ષિણ ઓડિશામાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાઈ હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. સૌરાષ્ટ્રમાં પણ અમરેલી, ભાવનગરમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.

આગામી બે દિવસ સુધી અમદાવાદ સહિતના રાજ્યના તમામ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને પગલે  જિલ્લાઓમાં બચાવ કામગીરી માટે NDRF અને SDRFની 17 ટુકડીઓ ડીપ્લોય કરાઈ છે તથા એક ટુકડી ગાંધીનગર સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે.

હવામાન વિભાગે વડોદરામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ભારે વરસાદની આગાહીને લઈને તંત્ર એલર્ટ થયુ છે. આગાહીને લઈને તંત્રએ લોકોને કામ વગર ઘરની બહાર ન નિકળવાની અપીલ કરી છે.