અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી સિઝન જામી છે અને રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. ત્યારે ફરીથી ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, લો પ્રેસર એરિયા રાજસ્થાન તરફ છે, એના સિવાય કોઈ સિસ્ટમ નથી. આ સિસ્ટમની અસરથી ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.


ઉત્તર ગુજરાતમાં પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. 24 કલાક બાદ આગામી 7 દિવસ સુધી વરસાદની તીવ્રતા ઘટશે. અત્યાર સુધી રાજ્યમાં 120 ટકા વરસાદ વરસ્યો છે.