અમદાવાદઃ અમદાવાદના આસારામ આશ્રમમાંથી હૈદરાબાદનો યુવક રહસ્યમય રીતે ગુમ થવાના કેસમાં નવો વળાંક આવ્યો છે. વિજય યાદવે પોલીસનો સંપર્ક કરી પોતે સહીસલામત  હોવાનો દાવો કર્યો છે. વિજય યાદવે વીડિયો જાહેર કરી સહીસલામત હોવાનો દાવો કર્યો હતો. સાથે તેણે કહ્યું કે તે વૈષ્ણોદેવી ફરવા ગયો છે. જમ્મુ બોર્ડર પહોંચતા મોબાઈલ નેટવર્ક બંધ થઈ ગયો હતો.


આ અગાઉ ગુમ થયેલા યુવક વિજય યાદવે આશ્રમના ઈમેલ આઈ ડી પર એક ઈ-મેઈલ મોકલ્યો છે. જેમાં ઉલ્લેખ કરાયો છે કે તે જેમ પણ કરી રહ્યો છે તેમાં આશ્રમનો કોઈ જ વાંક નથી. જો કે પોલીસે આ ઈ-મેઈલના આઈપી એડ્રેસના આધારે વધુ તપાસ હાથ ધરી છે અને યુવકની સાથે આવેલા તેના મિત્રોની પણ પૂછપરછ શરૂ કરી છે. ટેકનિકલ સર્વેલંસ બાદ તમામ તથ્યો સામે આવે તેવી સંભાવના સેવાઈ રહી છે.


બીજી તરફ ગુમ થયેલા યુવકના નાના ભાઈ સંજય યાદવના મતે વિજય શુદ્ધ હિંદી બોલી અને લખી શકતો નથી. ઈમેઈલમાં લખેલા શબ્દો વિજયના ન હોવાનો પણ સંજયે દાવો કર્યો છે. મહત્વનું છે કે 3 નવેંબરના રોજ વિજય યાદવ તેના મિત્રો સાથે હૈદરાબાદથી અમદાવાદ આસારામના આશ્રમમાં હતો. એક સપ્તાહ બાદ પણ યુવક ઘરે પરત ન ફરતા તેના તેના પિતાએ આશ્રમમાં સંપર્ક કર્યો હતો. પરંતુ યુવકના સગડ ન મળતા આખારે તેના માતા પિતાએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ નોંધાવી છે. પરિવારજનોનો દાવો છે કે 11 નવેંબર બાદ તેમના દીકરા સાથે કોઈ સંપર્ક થઈ શક્યો નથી. યુવકના માતા પિતાની ફરિયાદ બાદ પોલીસે આશ્રમમાં લગાવેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરી હતી. જો કે સીસીટીવી ફૂટેજમાં વિજય યાદવ ક્યાંય ન દેખાતા પોલીસ પણ મુંઝવણમાં મૂકાઈ છે.


રાજ્યના ખેડૂતો માટે આવ્યા ખરાબ સમાચાર, આ વિસ્તારોમાં વરસાદની કરાઇ આગાહી


Modi Cabinet Decision: મોદી સરકારે ગામડામાં 4G ટાવરને લઈ લીધો આ ફેંસલો, જાણો વિગત


Vadodara : યુવતીના આપઘાત કેસમાં રેલવે આઇજીએ શું આપ્યું મોટું નિવેદન? શું નોંધાશે ફરિયાદ?