ગાંધીનગરઃ સબસીડી બાદ પણ ખાતર ના ભાવ ઘટ્યા ન હોવાના આક્ષેપ સામે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ પ્રતિક્રિયા આપી છે. વધુ ભાવ સાથે કોઈ જગ્યાએ ખાતર નથી વેચાઈ રહ્યું. જો વેચાતું હોય તો પુરાવાઓ આપે અમે કડક પગલાંઓ લઈશું. કોંગ્રેસના કિસાન સેલ દ્વારા પાયા વગરના આક્ષેપ કરવામાં આવે છે. રાજ્યમા કોઈ જગ્યાએ ખાતરની અછત નથી. ફર્ટિલાઈઝર મંત્રીએ કહ્યું છે કે, ખાતર પૂરતા જથામાં છે.


તેમણે કહ્યું કે, કોંગ્રેસ પાસે કોઈ કામ ના હોવાથી આ પ્રકારે આક્ષેપ કરવામાં આવે છે. ખાતરમાં પણ તેઓ ભાગલા પાડવાની કામગીરી કરી રહ્યા છે. ખાતરમાં સબસીડી લાગુ કરી છે. ખેડૂતોને કોંગ્રેસ ગેરમાર્ગે દોરી રહી છે. જે સબસીડી કેંદ્ર સરકારે જાહેરાત કરી છે તે ભાવ જ છે. જો તે પ્રમાણે ભાવ ના હોય તો ફરિયાદ કરી શકાય છે. રાજ્યમાં નહીં દેશભરમાં ખાતર પૂરી માત્રામાં છે. ખાતર પૂરતા પ્રમાણમાં છે. ટ્રક મારફતે પણ જ્યાં ખાતર ના મળી શકતું હોય તેમને મોકલીશું.


ખાતરનો ભાવ વધારો અંકુશમાં લાવવાની વાત માત્ર કાગળ પર રહી છે. સરકારે જાહેરાત તો કરી ખાતરમાં ભાવ નહીં વધે પરંતુ ખેડૂતો મોંઘુ ખાતર ખરીદવા મજબૂર બન્યા છે. Npk ખાતરમાં ભાવ મજા છે અને આ ભાવ વધારાને લઇને ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. સરકારે જાહેરાત કરી હતી કે ખેડૂતોને ખાતર જૂના ભાવે મળશે, પરંતુ પરિસ્થિતિ એવી છે કે ખેડૂતોને વેપારીને ત્યાંથી અત્યારે નવા ભાવ નું ખાતર લેવું પડે છે. ખેડૂતે ખેતીમાં ખાતરમાં સામાન્ય રીતે ૨૦ ટકા જેટલો ખર્ચ લાગે છે એક ખેડૂત ના પાક નો ભાવ પૂરતા પ્રમાણમાં મળતું નથી અને બીજી બાજુ ખાતર નો ભાવ વધાર્યો છે ત્યારે ખાતરમાં સરકારની બેવડી વિધિથી ખેડૂતો પરેશાન છે.


બટાકા દિવેલા અને ઘઉંની સીઝન અત્યારે ખેડૂતો માટે આવી  છે ત્યારે તેમાં વધારે પ્રમાણમાં ખાતરની જરૂર પડે છે. જોકે ખાતરના ભાવમાં વધારો તો થયો જ છે સરકાર ની વાતો માત્ર કાગળ પર છે. જૂના ભાવે ખાતર મળશે તેવી સરકારની જાહેરાત પણ માત્ર કાગળ પર છે ત્યારે ખેડૂતો છે. ખાતર નવા ભાવે ખરીદવા મજબૂર બન્યા છે. npk ખાતરના ભાવમાં 265 રૂપિયા જેટલો વધારો થવાથી ખેડૂતો પરેશાન છે.