અમદાવાદઃ IIMમાં અભ્યાસ કરતી યુવતીએ હોસ્ટેલના રૂમમાં કરી લીધો આપઘાત, કારણ અકબંધ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 21 Jan 2021 10:07 AM (IST)
મૂળ બિહારની અને IIM અમદાવાદમાં PGPMમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી દ્રષ્ટિ રાજકાનાની(ઉ.વ.25) નામની યુવતીએ ગઈ કાલે સાંજે 4 લાગ્યા આસપાસ હોસ્ટેલમાં આપઘાત કરી લીધો છે.
મૃતક યુવતીનો ફાઇલ ફોટો.
અમદાવાદઃ ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ (IIM) અમદાવાદમાં અભ્યાસ કરતી 25 વર્ષીય યુવતીએ હોસ્ટેલના રૂમમાં ગઈ કાલે સાંજે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. મૂળ બિહારની અને IIM અમદાવાદમાં PGPMમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી દ્રષ્ટિ રાજકાનાની(ઉ.વ.25) નામની યુવતીએ ગઈ કાલે સાંજે 4 લાગ્યા આસપાસ હોસ્ટેલમાં આપઘાત કરી લીધો છે. જોકે, આપઘાત પાછળનું કારણ અકબંધ છે. સેટેલાઈટ પોલીસે દ્રષ્ટીના આપઘાત પ્રકરણમાં વધુ તપાસ હાથ ધરી છે. મૂળ બિહારના મુઝફ્ફરનગરની દ્રષ્ટિ ઓનલાઇન એજ્યુકેશન ચાલતું હોવાથી હોસ્ટેલમાં જ રહી અને અભ્યાસ કરતી હતી. હાલમાં કોઈ સ્યુસાઇડ નોટ મળી નથી. યુવતીએ ક્યાં મામલે આત્મહત્યા કરી તે અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે. તપાસ પછી આપઘાત પાછળનું કારણ જાણવા મળી શકે છે.