Ahmedabad: સમગ્ર ગુજરાતમાં અત્યારે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે કેટલાક જિલ્લાઓમાં પુરની સ્થિતિ સર્જાઇ છે. ઠેર ઠેર જળબંબાકાર થતાં કેટલાય વિસ્તારોમાં લોકોને ઘરમા જ રહેવા મજબૂર બનવુ પડ્યુ છે. હાલની સ્થિતિ પ્રમાણે, રાજ્યમાં સિઝનનો 100 ટકાથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે. પાણીના ભરાવાના કારણે હવે અમદાવાદ શહેરમાં રોગચાળાએ માથુ ઉંચક્યુ છે. તાજા અપડેટ પ્રમાણે શહેરની સોલા સિવિલમાં એક જ અઠવાડિયામાં ઓપીડી 10 હજારને પાર પહોંચી ગઇ છે. 


મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો સતત વકરી રહ્યો છે. ભારે વરસાદ બાદ અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. હાલમાં સોલા સિવિલમાં એક સપ્તાહમાં ઓપીડી 10 હજારને પાર પહોંચી છે. અમદાવાદ શહેરમાં ઝાડા-ઉલટીના કેસ પણ વધ્યા છે અને સાથે સાથે ડેન્ગ્યૂના 558થી પણ વધુ કેસ નોંધાયા છે. 


તાજા અપડેટ પ્રમાણે, શહેરમાં ડેન્ગ્યૂના 558થી પણ વધુ શંકાસ્પદ કેસ સામે 116 પૉઝિટીવ કેસો નોંધાયા છે. હાલમાં મેલેરિયાના 596 શંકાસ્પદ સામે 32 પૉઝિટીવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત ચિકન ગુનિયાના શંકાસ્પદ શંકાસ્પદ કેસો સતત આવી રહ્યો છે, જોકે, પૉઝિટીવ એકપણ નોંધાયો નથી. સોલા સિવિલમાં દાખલ થનારા બાળકોમાં તાવના કેસોમાં સતત વધારો જોવા મળ્યો છે. હાલમાં પીડિયાટ્રિક વૉર્ડમાં 19 બાળકો સારવાર હેઠળ છે. સિવિલમાં ટાઇફૉઇડના 115થી વધુ કેસો નોંધાયા છે. શહેરમાં સ્વાઇન ફ્લૂએ પણ ઉથલો માર્યો છે, શંકાસ્પદ 9 કેસોની સામે 5 પૉઝિટીવ સામે આવ્યા છે. 


અત્યાર સુધીમાં રાજ્યમાં કેટલો વરસસ્યો વરસાદ


ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં રાજ્યમાં 100 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે. છેલ્લા ચાર દિવસમાં 25 ટકાથી વધુ વરસાદ ખાબક્યો છે. વલસાડ જિલ્લામાં સૌથી વધુ 99 ઈંચ વરસાદ વરસ્યો છે. ચોમાસાની સિઝનનો કચ્છમાં અત્યાર સુધીમાં 116.79 ટકા વરસાદ વરસ્યો છે. તો દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 108.20 અને સૌરાષ્ટ્રમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 101.52 ટકા વરસાદ વરસી  ચૂક્યો છે.મધ્ય ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 98.74 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો ઉત્તર ગુજરાતમાં પણ ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 79.99 ટકા વરસાદ  વરસી ચૂક્યો છે.


રાજ્યના કેટલા ડેમ થયા ઓવરફ્લો?


ધોધમાર વરસેલા વરસાદથી રાજ્યના 207 પૈકી 77 જળાશયો ઓવરફ્લો  થયા છે. કચ્છ-સૌરાષ્ટ્રના 61, તો દક્ષિણ ગુજરાતના નવ, મધ્ય ગુજરાતમાં છ અને ઉત્તર ગુજરાતનો એક ડેમ સંપૂર્ણ ભરાયા છે.પાણીની ભરપૂર આવકથી રાજ્યના 122 જળાશયો હાઈએલર્ટ,એલર્ટ અને વોર્નિંગ પર છે. 90 ટકાથી વધુ ભરાયેલા 96 જળાશયો હાઈએલર્ટ, તો 80થી 90 ટકા ભરાયેલા 19 ડેમ એલર્ટ અને 70થી 80 ટકા ભરાયેલા સાત ડેમ વોર્નિંગ પર છે.


આ પણ વાંચો


Rain Forecast: હજુ ગુજરાતના માથે એક અઠવાડિયું ભારે, 29થી લઇ 3જી સપ્ટે. સુધી આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી