અમદાવાદ:  રાજ્યમાં છેલ્લા એક સપ્તાહ કરતા વધુ સમયથી વરસી રહેલા વરસાદના કારણે ખેતરમાં ઉભા પાક પર ખતરો ઉભો થયો હતો. જેને લઈ રાજ્યમાં અનેક જગ્યાએ ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઈ હતી. પરંતુ હવે હવામાન વિભાગે કરેલી આગાહીથી જગતના તાતને ખુશી થઈ શકે છે.



હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ, હાલ રાજ્યમાં કોઈ સિસ્ટમ સક્રિય નથી. આગામી ત્રણ દિવસ સામાન્ય વરસાદની શક્યતા છે. માત્ર દક્ષિણ ગુજરાતમાં જ વરસાદી માહોલ જોવા મળશે. ગુજરાતમાં 122 ટકા વરસાદ વરસી ચુક્યો છે. 19 સપ્ટેમ્બર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. દમણ, દાદરા નગર હવેલી, વલસાડમાં વરસાદ પડી શકે છે.



ભારતીય હવામાન વિભાગના હવામાનશાસ્ત્રી જયંત સરકારે ગત સપ્તાહે જણાવ્યું હતું કે, આગામી સંભવિત તા.26 સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેશે. પશ્ચિમ મધ્યપ્રદેશમાં વધુ વરસાદ થવાથી નર્મદા નદીમાં પાણીની આવક વધશે.

 દેવાના ડુંગર તળે દબાઈ રહ્યા છે ભારતીય, 5 વર્ષમાં દેવાદારીમાં થયો અધધ વધારો