અમદાવાદ: હાલ ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં જોવા મળી રહ્યાં છે ત્યારે આગામી પાંચ દિવસ છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ઓગસ્ટમાં વધુ એક સિસ્ટમ સક્રિય થવાનું હવામાન વિભાગનું અનુમાન છે.


ગુજરાતમાં 5 દિવસ સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ગુજરાતમાં 5 દિવસ ભાર વરસાદ જોવા મળશે નહીં. એક સાયક્લોનિક સરક્યુલેશન છે જેથી સામાન્ય વરસાદી ઝાપટાં જોવા મળશે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ જોવા મળશે. માછીમારો માટે પણ કોઈ જ આગાહી કરવામાં આવી નથી. અમદાવાદમાં પણ છૂટા છવાયા વરસાદી ઝાપટાંની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં અત્યાર સુધી 36 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. ઓગસ્ટમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે. જેના કારણે ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ રહેવાની સંભાવના છે.