અમદાવાદ શહેરમાં સોમવારે કોરોના (Coronavirus) એ અત્યાર સુધીના તમામ રેકોર્ડ બ્રેક કર્યા છે. છેલ્લા 24 કલાકમાં નવા ૪ હજાર ૨૦૭ કેસ નોંધાયા છે. જ્યારે ૨૩ દર્દીઓના મૃત્યુ થયા છે અને ૧૩ મહિનાના સમય દરમ્યાન કોરોનાના કુલ કેસની સંખ્યા હવે એક લાખના આંકને પણ પાર કરી ગઈ છે. અત્યાર સુધીમાં કુલ 1 લાખ 1 હજાર 694 કેસ નોંધાયા છે. તો સોમવારે ૭૫૧ દર્દીઓને રજા આપવામાં આવતા અત્યાર સુધીમાં કુલ ૭૫ હજાર ૧૧૯ લોકો કોરોના મુકત થયા છે.


શહેરમાં કોરોનાના નવા કેસની સંખ્યામાં વધારો થવાની સાથે એકિટવ કેસની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. સોમવારે એકિટવ કેસની સંખ્યા વધીને ૨૦ હજાર ૫૬૨ ઉપર પહોંચી છે. કેસ વધતા હૉસ્પિટલમાં દાખલ થનાર દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે.


ગઈકાલે રાજ્યમાં પ્રથમ વખત 11,403 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 116 લોકોનાં મૃત્યુ થયા છે તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક વધીને 5494 પર પહોંચી ગયો છે.   


રાજ્યમાં ગઈકાલે 4179 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,41,724 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 68 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 68754 પર પહોંચ્યો છે. જેમાંથી 341 લોકો વેન્ટિલેટર પર અને 68413 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 82.15  ટકા છે. 


કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?


ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 23, સુરત  કોર્પોરેશનમાં 28,  રાજકોટ કોર્પોરેશન-7, વડોદરા કોર્પોરેશન-8, સુરેન્દ્રનગર 6,   જાનમગર કોર્પોરેશમાં 4, ભરૂચમાં 3, જામનગરમાં 3, મોરબીમાં 3, રાજકોટમાં 3, વડોદરામાં 3, બનાસકાંઠામાં 2, ભાવનગરમાં 2, છોટા ઉદેપુરમાં 2, દેવભૂમિ દ્વારકામાં 2, ગાંધીનગરમાં 2, મહેસાણામાં 2, સુરતમાં 2, અમરેલીમાં 1, આણદંમાં 1, અરવલ્લીમાં 1, ભાવનગર કોર્પોરેસમાં 1, બોટાદમાં 1, ગાંધીનગર કોર્પોરેશમાં 1, જૂનાગઢમાં 1, પંચમહાલમાં 1, પાટણમાં 1, સાબરકાંઠામાં 1 મળી કુલ 117 લોકોને કોરોના ભરખી ગયો હતો.


ક્યાં કેટલા કેસ નોંધાયા  ?


અમદાવાદ કોર્પોરેશનમાં 4207,  સુરત કોર્પોરેશનમાં 1879, રાજકોટ  કોર્પોરેશનમાં 663, સુરત-484,  વડોદરા કોર્પોરેશનમાં 426, મહેસાણા 418, જામનગર કોર્પોરેશન-279, બનાસકાંઠામાં 195, વડોદરામાં 189, ભરૂચમાં 169, પાટણમાં 145, ગાંધીનગર કોર્પોરેશનમાં 138, ભાવનગર કોર્પોરેશનમાં 124, કચ્છમાં 124, જાનનગરમાં 110, તાપીમાં 109, દાહોદમાં 105, ગાંધીનગરમાં 101, આણંદમાં 99, રાજકોટમાં 98, સુરેન્દ્રનગરમાં 98, અમરેલી 93, સાબરકાંઠામાં 94, ભાવનગરમાં 91, ખેડામાં 91, નવસારીમાં 87, નર્મદામાં 84, મહિસાગરમાં 75, વલસાડમાં 71, પંચમહાલમાં 67, જૂનાગઢ કોર્પેોરેશમાં 61, જૂનાગઢ 59, બોટાદ 57, ગીર સોમનાથ 53, અરવલ્લીમાં 52, અમદાવાદમાં 51, મોરબીમાં 51, દેવભૂૂમિ દ્વારકામાં 38, પોરબંદરમાં 33, છોટા ઉદેપુરમાં 25, ડાગમાં 10 મળી કુલ 11,403  કેસ નોંધાયા હતા.


કેટલા લોકોએ લીધી રસી


વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 89,59,960 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 14,79,244 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 1,04,39,204 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.