અમદાવાદઃ લોક ડાઉનમાં પોલીસ જ દારૂની ખેપ મારતી હોવાની ચોંકાવનારી ઘટના બહાર આવી છે. હિતેશ પટેલ નામનો પોલીસ કોન્સ્બેલ લક્ઝરીયસ કરામાં  ઈંગ્લીશ દારૂની ખેપ મારતો હતો. આ પોલીસ કોન્સ્ટેબલને ઓઢવ પોલીસે ઝડપી પાડ્યો છે.


આ કોન્સ્ટેબલને ઓઢવ પોલીસે પીછો કરી સરદાર પટેલ રીંગરોડ પરથી ઝડપી પાડ્યો હતા. તેની કારનું ચેકીંગ કરતી વખતે ક્રેટા કારમાંથી પોલીસ કોન્સ્ટેબલ પાસેથી ઈંગ્લીશ દારૂનો 10પેટી જથ્થો મળ્યો હતો. પોલીસે કાર રોકવા કહ્યું ત્યારે આરોપી કોન્સ્ટેબલે કાર ભગાવતાં પોલીસે તેનો પીછો કરીને તેને ઝડપી લીધો હતો. આરોપી

આરોપી પોલીસ કોન્સ્ટેબલ હિતેશ પટેલ અગાઉ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો ત્યારે ઈંગ્લીશ દારૂના કેસમાં સંડોવણી ખુલતાં તેને   હેડ કવાર્ટર ખાતે મૂકવામાં આવ્યો હતો. ઓઢવ પોલીસની ટીમ શનિવારે લોક ડાઉનને પગલે વિસ્તારમાં બંદોબસ્તમાં હતી. તે સમયે હિતેશ પટેલ ક્રેટા કાર લઈને નિક્ળ્યો હતો. પોલીસને શંકા જતાં ક્રેટા કાર રોકવા પ્રયાસ કર્યો હતો. જો કે આરોપીએ કાર ભગાવી હતી તેથી પોલીસે પીછો કર્યો હતો. પોલીસે આરોપીને   ઝડપી લઈ જડતી લેતાં  ક્રેટા કારમાં ઈંગ્લીશ દારૂનો મોટાપાયે જથ્થો મળી આવ્યો હતો.

આ અંગે અમદાવાદ પોલીસના ઝોન 5 ડીસીપી રવી તેજાએ જણાવ્યું હતું કે, હિતેશ પટેલ નામના કોન્સ્ટેબલને ક્રેટા કારમાં દારૂની ખેપ મારતા ઝડપી લેવામાં આવ્યા છે. આ અંગે હજુ કાર્યવાહી ચાલી રહી છે.