ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: મતદારોને આકર્ષવા ઉમેદવારો નવા નવા કીમિયા અપનાવતા હોય છે. કોઈક ચા બનાવીને તો કોઈક ભજીયા તળીને કરી રહ્યું છે પ્રચાર. કેન્દ્ર અને રાજ્ય સરકારની નીતિઓનો વિરોધ કરતા કોંગ્રેસના ઉમેદવારે લારી ઉપર ભજીયા તળીને પોતાનો પ્રચાર કર્યો.


ભાજપના ઉમેદવારો ચા બનાવીને તો કોંગ્રેસના ઉમેદવારો ભજીયા તળીને પોતાનો પ્રચાર કરતા જોવા મળી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીમાં ઉતરેલા નવા ચહેરાઓ પ્રચારના નામે મતદારોને રીઝવવાના પ્રયાસ કરી રહ્યા છે. આ તરફ અમરાઈવાડી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ધર્મેન્દ્ર પટેલે લારી ઉપર ભજીયા તળી અને સામાન્ય મતદારોને ભજીયા વેચ્યા હતા. ધર્મેન્દ્ર પટેલે abp asmita સાથેની વાતચીતમાં જણાવ્યું કે, 2017થી 2022 સુધીમાં બે મુખ્યમંત્રી બદલાયા તેમ છતાં પણ સત્યાગ્રહ છાવણીમાં થોડાક સમય પહેલા મોટી સંખ્યામાં બેરોજગાર યુવાનો જોવા મળ્યા હતા. 


તો આ તરફ કેન્દ્રની ભાજપ સરકાર યુવાનોને પકોડા તળવાની સલાહ આપે છે જેના કારણે તેનો વિરોધ તેઓ કરી રહ્યા છે વાત છે. અમરાઈવાડી વિધાનસભાની વાત કરીએ તો તે મતવિસ્તારમાં 50% થી વધુ હિન્દીભાષી મતદારો છે. જેમાં યુવાનોને સરકારી નોકરીઓ મળી રહી નથી અને ખાનગી નોકરીઓમાં પગારના ધોરણ મર્યાદિત થવાના કારણે બેરોજગારીનો દર વર્ષ 2017 કરતાં 2022માં વધ્યો હોવાના સંકેત સાથે કોંગ્રેસના ઉમેદવારે ભજીયા તળીને વિરોધ દર્શાવી પોતાનો પ્રચાર કર્યો હતો.


વાઘોડિયાથી અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવની શાન ઠેકાણે આવી


વડોદરાઃ વાઘોડિયાથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા દબંગ નેતા મધુ શ્રીવાસ્તવની ધમકી બાદ ચૂંટણી પંચ એક્શનમાં આવ્યું છે. ચૂંટણી પંચ એક્શનમાં આવતા ડંફાસ મારનાર મધુ શ્રીવાસ્તવની શાન ઠેકાણે આવી ગઇ છે. વાસ્તવમાં ચૂંટણી પંચે વડોદરા જિલ્લા કલેક્ટર પાસે રિપોર્ટ માંગ્યો હતો. હવે મધુ શ્રીવાસ્તવની મુશ્કેલીઓ વધી શકે છે. આ મામલે મધુ શ્રીવાસ્તવે કહ્યું હતું કે રિપોર્ટનો હું જવાબ આપી દઇશ. તેમણે કહ્યું કે હું ગોળી બંદૂકની નહી પણ ચોકલેટની વાત કરતો હતો. મે કોઇ નેતાને ધમકીઓ આપી નથી. મે ગોળી મારવાનું નહી ચોકલેટની ગોળી ખવડાવવાની વાત કરી છે.


શિવરાજ સિંહ ચૌહાણે કચ્છમાં સભા ગજવી, કોંગ્રેસ- આપ પર સાધ્યું નિશાન


બીજેપીએ કચ્છ જિલ્લામાં પ્રચાર પ્રસાર તેજ કરી દીધો છે. કચ્છમાં આયોજિત એક જાહેરસભામાં મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સભાને સંબોધી હતી. તેમણે કહ્યું કે, આજે તમે કચ્છની પાઘડી પહેરીને મારું સ્વાગત કર્યું છે. આપણા દેશમાં પાઘડીથી મોટું કોઈ સન્માન નથી. હું તમને વચન આપું છુ કે તમારું ગુજરાતનું ગૌરવ અને ગૌરવ વધારવા માટે મારાથી જે પણ યોગદાન થઈ શકે તે આપીશ. અહીંનું દાડમ, અહીંનું ડ્રેગન ફ્રૂટ પ્રખ્યાત છે. કચ્છના લોકો જ્યાં જાય છે ત્યાં પ્રભુત્વ ધરાવે છે.


તમે અમારું પાણી ગુજરાતને કેમ આપો છો


નરેન્દ્ર મોદીજીના પ્રયાસોથી નર્મદા નદીનું પાણી કચ્છમાં પહોંચ્યું છે. હું મધ્ય પ્રદેશમાં રોજ એક રોપા રોપું છું. વૃક્ષ વાવવાથી મોટો કોઈ પુણ્ય નથી. વૃક્ષો આપણને ઓક્સિજન તો આપે જ છે, પરંતુ નર્મદા જીમાં પાણીના પ્રવાહને જાળવી રાખવામાં પણ મદદ કરે છે. વૃક્ષો છે તો નર્મદાજી છે. હું વચન આપું છું કે, નરેન્દ્રભાઈ નર્મદાનું પાણી કચ્છ સુધી લઈ ગયા, હું નર્મદા માતામાં પાણીની કોઈ અછત નહીં થવા દઈશ. આ કોંગ્રેસીઓ અને મેધા પાટકર જેવા લોકો આંદોલન કરતા હતા અને મને ગાળો આપતા હતા કે તમે અમારું પાણી ગુજરાતને કેમ આપો છો. જ્યારે અહીં નર્મદાનું પાણી આવ્યું તો અહીંના ખેતરો ખીલવા લાગ્યા.