હવામાન વિભાગ પ્રમાણે, ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ખાસ કરીને અરવલ્લી અને સાબરકાંઠા તેમજ સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગર સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર અને બોટાદમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે, કચ્છના અખાત અને આસપાસના વિસ્તારોમાં લો-પ્રેશર સર્જાયેલું છે. જે પૂર્વ-ઉત્તર-પૂર્વ દિશા તરફ આગળ વધી રહ્યું છે અને આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાત ઉપર ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે તેવું હવામાન વિભાગનું માનવું છે.
આ સિસ્ટમ સક્રિય થતાં આગામી 3 દિવસ સુધી ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. એમાં પણ ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડશે. ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે ત્યારે પાટણ, રાજકોટ, પોરબંદર, મોરબી, દ્વારકા, બનાસકાંઠા, મહેસાણા, જામનગર, જુનાગઢ, કચ્છ, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ પડશે.