અમદાવાદ : કોરોના વાયરસની મહામારીને લઈ તમામ લોકોએ સર્તક રહેવાની જરૂર છે. અમદાવાદમાં કોરોના વાયરસને લઈને ફરી એક વખત લોકોએ જાગ્રૃત રહેવાની જરૂર છે. અમદાવાદના ઉત્તર પશ્રિમ ઝોનની જનતાને વધુ સતર્ક રહેવાની જરૂર છે, કારણ કે ઉત્તરપશ્ચિમ ઝોનમાં ફરી કોરોનાના એક્ટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે.


ચાંદલોડિયા ગોતા અને બોડકદેવ વિસ્તારમાં કોરોના એક્ટીવ કેસનો આંકડો 513 પર પહોંચ્યો છે. પશ્ચિમ ઝોનમાં 507, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 495, મધ્યઝોનમાં 317 અને ઉત્તર ઝોનમાં 360 એક્ટીવ કેસનો આંક પહોંચ્યો છે.

દક્ષિણ ઝોનમાં કોરોના એક્ટિવ કેસનો આંકડો 435 અને પૂર્વ ઝોનમાં 369 નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં ખાનગી હોસ્પિટલમાં બે દર્દીઓના મૃત્યુ પણ થઈ ચૂકયા છે. અમદાવાદમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 38 હજાર 418 છે.