ગાંધીનગર: રાજ્યમાં બાળકોના કુપોષણ અંગેના ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. ગુજરાતમાં 5 લાખ 70 હાજર 245 બાળકો કુપોષિત છે. રાજ્યમાં 1 લાખ 31 હજાર 419 બાળકો અતિકૂપોસિત છે. 


 




  • રાજકોટમાં 15573 કુપોષિત પૈકી 3156 બાળકો અતિકુપોષિત.

  • બનાસકાંઠામાં 48866 કુપોષિત પૈકી 12256 બાળકો અતિકુપોષિત 

  • દાહોદમાં 51321 કુપોષિત પૈકી 11259 બાળકો અતિકુપોષિત 

  • એરવલ્લીમાં 15392 કુપોષિત પૈકી 3863 બાળકો અતિકુપોષિત 

  • સાબરકાઠામાં 25160 કુપોષિત પૈકી 6645 બાળકો અતિકુપોષિત 

  • પંચમહાલમાં 31512 કુપોષિત પૈકી 8152 બાળકો અતિકુપોષિત 

  • મહીસાગરમાં 13160 કુપોષિત પૈકી 3163 બાળકો અતિકુપોષિત 

  • અમદાવાદમાં 56941 કુપોષિત પૈકી 13277 બાળકો અતિકુપોષિત 

  • બોટાદમાં 6038 કુપોષિત પૈકી 1512 બાળકો અતિકુપોષિત 

  • ગીર સોમનાથમાં 10907 કુપોષિત પૈકી 2839 બાળકો અતિકુપોષિત 

  • અમરેલીમાં 10425 કુપોષિત પૈકી 2414 બાળકો અતિકુપોષિત 

  • જૂનાગઢમાં 7748 કુપોષિત પૈકી 1582 બાળકો અતિકુપોષિત 

  • ભાવનગરમાં 26188 કુપોષિત પૈકી 6156 બાળકો અતિકુપોષિત 

  • ગાંધીનગરમાં 14626 કુપોષિત પૈકી 3115 બાળકો અતિકુપોષિત 

  • પાટણમાં 11188 કુપોષિત પૈકી 2057 બાળકો અતિકુપોષીત

  • કચ્છમાં 12846 કુપોષિત પૈકી 3145 બાળકો અતિકુપોષીત 

  • આણંદમાં 19586 કુપોષિત પૈકી 3939 બાળકો અતિકુપોષીત 

  • સુરેન્દ્રનગરમાં 17125 કુપોષિત પૈકી 4144 બાળકો અતિકુપોષીત 

  • ભરૂચમાં 19391 કુપોષિત પૈકી 5012 બાળકો અતિકુપોષીત 

  • વડોદરામાં 20545 કુપોષિત પૈકી 4123 બાળકો અતિકુપોષીત 

  • તાપીમાં 8339 કુપોષિત પૈકી 1593 બાળકો અતિકુપોષીત

  • પોરબંદરમાં 1734 કુપોષિત પૈકી 341 બાળકો અતિકુપોષીત

  • દેવભૂમિ દ્વારકામાં 5005 કુપોષિત પૈકી 1119 બાળકો અતિકુપોષીત

  • જામનગરમાં 9035 કુપોષિત પૈકી 1681 બાળકો અતિકુપોષીત 

  • મોરબીમાં 4920 કુપોષિત પૈકી 875 બાળકો અતિકુપોષીત

  • ખેડામાં 28800 કુપોષિત પૈકી 6845 બાળકો અતિકુપોષીત

  • નર્મદામાં 13997 કુપોષિત પૈકી 3179 બાળકો અતિકુપોષીત

  • નવસારીમાં 1548 કુપોષિત પૈકી 354 બાળકો અતિકુપોષીત

  • વલસાડમાં 15802 કુપોષિત પૈકી 2773 બાળકો અતિકુપોષીત

  • સુરતમાં 26682 કુપોષિત પૈકી 5166 બાળકો અતિકુપોષીત

  • છોટાઉદેપુરમાં 19892 કુપોષિત પૈકી 5621 બાળકો અતિકુપોષીત


આ આંકડા સામે આવતા જ વિપક્ષે સરકાર પર પ્રહારો કર્યા છે. આ અંગે કોંગ્રેસ વિધાનસભા પક્ષ નેતા અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે. ડબલ એન્જીન સરકારમાં સરકારના લોકો અને મળતીયા પોષિત બન્યા અને બાળકો કુપોષિત થયા. બજેટમાં મહિલા અને બાળ કલ્યાણ વિભાગમાં ૧૦૭૧૫ કરોડની જોગવાઇ કરાઇ છે.


પરિમાણો દુખદ અને ખુબ ગંભીર સામે આવ્યા છે. ગુજરાતમાં વર્ષ ૨૦૧૮માં ૧ લાખ ૧૮ હજાર ૪૧ બાળકો કુપોષીત હતા. ચાર વર્ષ બાદ વધીને તે સંખ્યા વધીને ૩૦ જિલ્લામાં ૧૨૫૯૦૦ થઇ છે. એક જ વર્ષમાં બાળકોની સંખ્યા ૧૨૫૯૦૦ થી ચાર ગણી વધી પાંચ લાખને પાર થઇ છે. બે વર્ષમાં દસ હજાર કરોડનું બજેટ છતાં કુપોષીત બાળકોની સંખ્યા ચાર ગણી વધી છે. આ ઉપરાંત અનેક બાળકો કુપોષણના કારણે મૃત્યુ પામ્યા છે.


સરકાર ઉત્સવો અને તાયફા પાછળ અનેક ખર્ચ કર્યો અને ડબલ એન્જીનની વાત કરે છે. પણ સરકાર પાસે કુપોષીત બાળકો મુદ્દે કોઇ જવાબ નથી. મંત્રી જે વિસ્તારમાંથી આવે છે તે રાજકોટનાં ૨૦૧૮માં ૨૪૦૦ કુપોષીત બાળકો હતા. વર્ષ ૨૦૨૪માં  તે સંખ્યા વધીને ૧૫૫૭૩ થઇ ગઈ. પ્રજાના ટેક્સના રૂપિયા ડબલ એન્જીનની જાહેરાત અને ઉત્સવો પાછળ વપરાય છે. બાળકો માટે ફાળવાયેલા રૂપિયા ભ્રષ્ટાચારમાં ચવાઇ જાય છે.


બાળકોને કુપોષણમાંથી બહાર લાવવા માટે પ્રક્રિયા થતી નથી. પુરતો આહાર અને વિટામિન અપાતા નથી માત્ર ભ્રષ્ટાચાર થાય છે. રાજ્યમાં કુપોષણ ઘટ્યું નથી એક વર્ષમાં ચાર ગણો વધારો થયો છે. કરોડોનું બજેટ ફાળવ્યા બાદ પણ વધારો થયો છે જે ચિંતાનો વિષય છે. બજેટની રકમ સરકારમાં બેઠેલા લોકો અને મળતિયાઓનું કુપોષણ દુર કરવામાં વપરાય છે.