મ્યુકરમાઇકોસિસના દર્દીઓની મુશ્કેલી વધી છે. કારણ કે આ રોગની સારવાર માટે ઉપયોગી દવાની અછત સર્જાઈ છે. કોરોનાની સાઇડ ઇફેક્ટ સ્વરૂપે ફેલાયેલો મ્યુકરમાયકોસિસ નામનો ફુગનો રોગ હાલ આરોગ્ય વિભાગ માટે માથાનો દુઃખાવો બની ગયો છે. કોરોના વચ્ચે આ ચેપી અને જીવલેણ રોગને કાબૂમાં લેવો પડકારજનક છે. કારણ કે મ્યુકરમાઈકોસિસની સારવાર માટે ઉપયોગી એમફોટેરિસીનના ઇન્જેક્શનની પણ ભારે અછત થઇ છે. જેના કારણે આ ઇન્જેક્શનો લેવા માટે દર્દીઓનાં પરિવારોને મેડિકલ સ્ટોરનાં ધક્કાં ખાવા પડી રહ્યાં છે.


મહત્વનું છે કે, મ્યુકરમાઇકોસિસ માટેની દવા એમફોટેરીસીનનો સતત 28 દિવસ કોર્સ કરવો પડે છે અને તેમાં એક દિવસમાં સાતથી આઠ વખત ઈંજેક્શનનનો ઉપયોગ કરવામાં આવે છે. આ દવા પાછળ એક દર્દીને 15 લાખ જેટલો ખર્ચ થતો હોય છે. પણ હાલ આ દવાની તંગી હોવાથી તેની સારવાર કરવી તબીબો માટે પડકારજનક સાબિત થઈ રહી છે.


મ્યુકરમાઇકોસિસિની બીમારીની જો પહેલા સ્ટેજમાં ખબર પડી જાય અને ઇલાજ શરૂ થઇ જાય તો તેની સાજા થવાની શક્યતા વધી જાય છે પરંતુ વિલંબ થાય તો કેટલાક કેસમાં પરિસ્થિતિ ગંભીર બની જાય છે, દર્દીની સર્જરી કરવી અનિવાર્ય બની જાય છે અને કેટલાક કેસમાં જડબા કાઢી નાખવાની સ્થિતિ પણ ઉભી થાય છે. કેટલાક કેસમાં તો દર્દીએ આંખની રોશની ગુમાવવાનો પણ વારો આવે છે. આ કારણે દર્દીએ મ્યુકરમાયકોસિસના દર્દીએ ખૂબ જ પ્રાથમિક અવસ્થામાં જ સચેત થઇ જવાની જરૂર છે. જેથી તેની ઘાતક અસરથી બચી શકાય અને મ્યુકરમાયકોસિસના ગંભીર પરિણામનું ભોગ ન બનવું પડે.તો  મ્યુકરમાયકોસિસ ફંગસના ચાર સ્ટેજ ક્યાં છે અને પ્રથમ સ્ટેજના શું લક્ષણો છે. જાણીએ.


મ્યુકરમાયકોસિસના કયાં 4 સ્ટેજ છે જાણો



  • પહેલા સ્ટેજમાં ફંગસ નાકમાં થાય છે.

  •  બીજા સ્ટેજમાં તાળવામાં ફંગસ થાય છે

  • ત્રીજા સ્ટેજમાં આંખ પ્રભાવિત થાય છે

  • ચોથા સ્ટેજમાં બ્રેઇન સુધી ફંગસ પહોંચી જાય છે


મ્યુકરમાયકોસિસનાં લક્ષણો ક્યાં છે?



  • મોંમા રસી આવવી

  • મોંમાં છાલા પડી જવા

  • આંખના નીચેના ભાગમાં સોજો આવી જવો

  • ત્વચાનું સંવેદન ખતમ થઇ જવું

  • આંખના નીચેના ભાગમાં દુખાવો થવો

  • દાંત  હલવા લાગવા