અમદાવાદઃ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવતીકાલે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ મેચ રમાશે. વડાપ્રધાન નરેન્દ્ર  મોદી અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી હાજર રહેશે .જેથી સુરક્ષા અને અન્ય બાબતોની સમીક્ષા તેમજ રિહર્સલ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોચ્યા હતા અને તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ સાથે જ બંન્ને દેશના પીએમ મેચ જોવા આવવાના હોવાથી સ્ટેડિયમ પોલીસ છાવણીમાં ફેરવાયું છે. સુરક્ષા માટે સ્ટેડિયમની ફરતે પાંચ હજાર પોલીસ જવાનો તહેનાત રહેશે. તો અમદાવાદ પોલીસે 13 માર્ચ સુધી નો ફ્લાય ડ્રોન ઝોન જાહેર કર્યો છે.


સાથે જ સ્ટેડિયમની આસપાસ વાહન પાર્ક કરવા માટે જે પણ પાર્કિંગ પ્લોટ ફાળવાશે ત્યાં ટ્રાફિક પોલીસના જવાનો તૈનાત રહેશે. તો સ્ટેડિયમના વીઆઈપી ગેટ પાસે ગુજરાતની વિકાસગાથાના અલગ અલગ પોસ્ટર લાગ્યા છે. ટેસ્ટ મેચને લઈ મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર કરાયો છે. આવતીકાલથી શરૂ થતી ટેસ્ટ મેચ દરમિયાન મેટ્રો ટ્રેન સવારે 6થી રાત્રીના 10 વાગ્યા સુધી ચાલશે. દર્શકોની અવરજવર માટે દર 12 મિનિટે ટ્રેનોને દોડાવવાનું નક્કી કરાયું છે.


IND vs AUS: અમદાવાદ ટેસ્ટમાં બનશે વર્લ્ડ રેકોર્ડ, પ્રથમ દિવસે આશરે એક લાખ દર્શકો સ્ટેડિયમમાં આવવાની આશા


ભારત-ઓસ્ટ્રેલિયા સીરીઝની ચોથી ટેસ્ટ મેચ બુધવારથી રમાશે. આ સાથે જ આ મેચમાં એક મોટો રેકોર્ડ બની શકે છે. રિપોર્ટ અનુસાર પ્રથમ દિવસે એક લાખથી વધુ લોકો ટેસ્ટ મેચ જોવા આવી શકે છે.  આ પહેલા, કોઈપણ ટેસ્ટમાં એક જ દિવસમાં સ્ટેડિયમમાં પહોંચનારા દર્શકોની મહત્તમ સંખ્યા 91,112 છે. આ રીતે અમદાવાદ ટેસ્ટ દર્શકોની દ્રષ્ટિએ નવો રેકોર્ડ બનાવી શકે છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની 4 ટેસ્ટ મેચોની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી અને છેલ્લી ટેસ્ટ મેચ બુધવારથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.


છેલ્લી ટેસ્ટ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે


બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની વાત કરીએ તો ભારતીય ટીમ હાલમાં 2-1થી આગળ છે. રોહિત શર્માની કપ્તાનીવાળી ટીમ ઈન્ડિયાએ નાગપુર અને દિલ્હી ટેસ્ટમાં મહેમાન ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. જો કે ઈન્દોરમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયાએ 9 વિકેટે પરાજય આપ્યો હતો. આ રીતે ભારતીય ટીમ 4 ટેસ્ટ મેચોની શ્રેણીમાં 2-1થી આગળ છે. આ સાથે જ ઈશાન કિશન અમદાવાદમાં ટેસ્ટ ડેબ્યૂ કરી શકે છે. જો ઈશાન કિશનને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવે તો કેએસ ભરતને બહાર બેસવું પડી શકે છે. વાસ્તવમાં કેએસ ભરતે આ શ્રેણીમાં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું, પરંતુ તે અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શક્યો નહીં.


શું અમદાવાદ ટેસ્ટમાં મોહમ્મદ શમીની વાપસી થશે?