IND Vs PAK:  વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરના રોજ અમદાવાદમાં મેચ રમાશે. આ મેચને લઇને આજે પાકિસ્તાનની ટીમ અમદાવાદમાં પહોંચશે. અમદાવાદ એરપોર્ટ પર બપોરે સાડા ત્રણ વાગ્યે પાકિસ્તાનની ટીમ અને તેનો મેનેજમેન્ટ સ્ટાફ પહોંચે તેવી સંભાવના છે. આશ્રમ રોડ પર આવેલી હોટલ હયાતમાં પાકિસ્તાનની ટીમ રોકાશે. જ્યારે ભારતની ટીમ 12 ઓક્ટોબરના રોજ અમદાવાદ આવી પહોંચશે.


બીજી તરફ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચને લઇને આજથી ત્યારે આજથી ત્રણ દિવસ માટે પ્રેક્ષકો ટિકીટની હાર્ડ કોપી મેળવી શકશે. જે પણ ક્રિકેટ પ્રેમીઓએ ઓનલાઇન પોતાની ટિકિટ બુક કરાવી હશે તે પ્રેક્ષકોને હાર્ડ કોપી બતાવ્યા બાદ જ સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે.  ત્યારે આજથી ત્રણ દિવસ શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલા ફોરડી સ્કેવર મોલ, નવરંગપુરાના સરદાર પટેલ સ્ટેડિયમથી ટિકિટની હાર્ડ કોપી મળી રહેશે. ટિકિટ બુક કરાવ્યા બાદ મેઈલમાં મળેલી સોફ્ટ કોપી અને જે કાર્ડથી ટિકિટનું પેમેન્ટ થયું હશે તે કાર્ડના છેલ્લા ચાર આંકડા દર્શાવ્યા બાદ વેરિફિકેશન થઈને તેમને મેચની ટિકિટો મળશે. પ્રેક્ષકોને સવારે 10થી સાંજના છ વાગ્યા સુધી ઓનલાઈન બુક કરાવેલી ટિકિટની હાર્ડ કોપીનું વિતરણ કરવામાં આવશે.




અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિમમમાં રમાનારી ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચને લઈને પ્રશાસન સજ્જ બન્યુ છે.  શહેરના સંવેદનશીલ વિસ્તારમાં ગુજરાત પોલીસે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની તૈયારીઓ આરંભી દીધી છે. રવિવારે મુખ્યમંત્રીની સમીક્ષા બાદ શહેરના સંવેદનશીલ વિસ્તારમાં નાનું મોટું છમકલું ન થાય તે માટે દરેક વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ અને એક SRPની ટુકડી તેમજ અન્ય પેરામિલિટરી ફોર્સ પણ ગોઠવાશે.



તો BSF, CRPF, સ્થાનિક પોલીસ, સિનિયર અને જૂનિયર IPS કક્ષાના અધિકારીઓ મેચના ગ્રાઉન્ડથી લઈને શહેરના એન્ટ્રી પોઇન્ટ સુધી સુરક્ષા વ્યવસ્થામાં ગોઠવાશે.એક અંદાજ પ્રમાણે શહેરમાં સાત હજાર કરતાં વધુ પોલીસ કર્મચારીઓ ભારત-પાકિસ્તાનની મેચ દરમિયાન ફરજ પર હાજર રહેશે. કોઇ પણ ક્રિકેટ મેચ દરમિયાન આટલી બધી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઇ હોય તેવો આ અત્યાર સુધીનો પ્રથમ કિસ્સો છે.


હુમલાની ધમકીઓને પગલે ઉચ્ચ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવશે.  અમદાવાદ અને શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની સુરક્ષા માટે નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG), રેપિડ એક્શન ફોર્સ (RAF), હોમગાર્ડ અને ગુજરાત પોલીસ સહિત વિવિધ એજન્સીઓના 7000 થી વધુ કર્મચારીઓને તૈનાત કરવામાં આવશે.