અમદાવાદઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ચાર ટેસ્ટ મેચની શ્રેણીની ત્રીજી અને ચોથી ટેસ્ટ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં રમાશે. ડે નાઇટ ફોર્મેટમાં રમાનારી ત્રીજી મેચની ટિકિટોનું આજથી વેચાણ શરૂ થયું છે.


કેટલો છે ભાવ અને કઈ રીતે ખરીદશો

સવારે 11 કલાકે ઓનલાઈન ટિકિટ બુકીંગ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાત ક્રિકેટ એસોસિએશન, બુક માય શો પરથી બુકીંગ થશે. 50 ટકાની ક્ષમતા સાથે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાશે. 24 ફેબ્રુઆરીથી શરૂ થનારી ટેસ્ટ મેચ માટેની ફી 300 થી 2500 સુધી નિર્ધારિત કરવામાં આવી છે.ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી અને ચોથી ટેસ્ટ માટે ટિકિટનું વેચાણ આવતીકાલથી શરૂ થશે. મેદાનમાં જુદી જુદી જગ્યા મુજબ 300, 400, 450, 500, 1000 અને 2500 રૂપિયામાં ટિકિટ ઓનલાઈન મળશે. મેદાનની ચારેતરફ સૌથી ઉપરના પેવેલિયનની ટિકિટ 300 રૂપિયા નક્કી કરાઈ છે. મેદાનની ચારેતરફ નીચેના ભાગમાં આવેલા પેવેલિયનની ટિકિટ 400, 450 અને 500 રૂપિયા નક્કી કરાઈ છે. રિલાયન્સ E પેવેલિયનની ટિકિટનો ભાવ દર 500 રૂપિયા રહેશે. તો અદાણી લેફ્ટ અને રાઈટ પેવેલિયનમાં એક ટિકિટની કિંમત 1000 રૂપિયા રહેશે. અદાણી બેંકવેટ સીટમાં એક ટિકિટની કિંમત 2500 રૂપિયા નક્કી કરાઈ છે. આ તમામ ટિકિટ ગુજરાત ક્રિકેટ એસોસિયેશન દ્વારા જે તે દિવસે રમાઈ રહેલી ટેસ્ટ મેચ મુજબ મેદાન પરથી પણ મળશે.



બંને ટીમો 18 તારીખે આવશે

ભારત અને ઈંગ્લેન્ડની ટીમ 18 તારીખે અમદાવાદમાં આવશે. 19 ફેબ્રુઆરીથી બંને ટીમોના ખેલાડીઓ પ્રેક્ટિસની શરૂઆત કરશે. લગભગ 6 વર્ષ બાદ અમદાવાદના મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં ફરી એકવાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમાનાર છે. ડે નાઈટ સહિત સળંગ બે ટેસ્ટ તેમજ 5 T20 મેચ રમ્યા બાદ ભારત અને ઇંગ્લેન્ડની ટીમ વનડે મેચ રમવા પૂણે જવા રવાના થશે.