અમદાવાદ: નવનિર્મિત મોટેરા સ્ટેડિયમમાં 24મી ફેબ્રુઆરીથી ભારત ઈંગ્લેંડ વચ્ચે પહેલી આંતરરાષ્ટ્રીય મેચ રમાશે. આ પૂર્વે 23મી ફેબ્રુઆરીએ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું વિધિવત રીતે ઉદ્ધાટન કરવામાં આવશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ સમારોહમાં હાજર રહે તેવી સંભાવના છે.

ભવ્ય ઉદ્ધાટન સમારોહ અને આંતરરાષ્ટ્રીય મેચના આયોજનને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થાને લઈને તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. સ્ટેડિયમમાં ત્રી સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવાશે.

સ્ટેડિયમમાં દર્શકોની વચ્ચે પોલીસના જવાનો સિવિલ ડ્રેસમાં હાજર રહેશે. મોબાઈલ અને પાકિટ સિવાય અન્ય કોઈ વસ્તુ સ્ટેડિયમમાં લઈ જઈ શકાશે નહીં.

મોટેરા સ્ટેડિયમમાં એક લાખ લોકોના બેસવાની છે ક્ષમતા પરંતુ કોરોના સંબંધી ગાઈડલાઈંસને ધ્યાનમાં રાખીને માત્ર 50 હજાર લોકો જ સ્ટેડિયમમાં બેસીને મેચનો રોમાંચ માણી શકશે.

ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં 2 ટેસ્ટ મેચ, પાંચ ટી20 મેચ રમાશે. ટી20 સીરિઝની પ્રથમ 12 માર્ચે રમાશે.