India vs Pakistan, World Cup 2023: ભારત અને પાકિસ્તાન વચ્ચે શનિવારે અમદાવાદમાં મેચ રમાશે. ચાહકો આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. વર્લ્ડ કપ 2023ની 12મી મેચ પહેલા સેલિબ્રેશન કરવામાં આવશે. જેમાં ભારતના ત્રણ મોટા કલાકારો પરફોર્મ કરશે. બોલિવૂડના જાણીતા સિંગર અરિજીત સિંહ આ શોનો હિસ્સો હશે. અરિજીતની સાથે શંકર મહાદેવન અને સુખવિંદર સિંહ પણ પરફોર્મ કરશે.

Continues below advertisement

Continues below advertisement

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે સોશિયલ મીડિયા મારફતે ભારત-પાકિસ્તાન મેચ પહેલા પ્રદર્શન કરી રહેલા કલાકારોની માહિતી આપી હતી. BCCIએ X પર અરિજીત, શંકર મહાદેવન અને સુખવિંદરનો ફોટો શેર કર્યો છે. આ કલાકારો શનિવારે બપોરે 12.30 વાગ્યાથી પરફોર્મ કરશે. પ્રી-મેચ શોનું આયોજન નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કરવામાં આવશે. ભારત-પાકિસ્તાન મેચ જોવા માટે દુનિયાભરમાંથી ચાહકો આવ્યા છે. આ મેચની ટિકિટો ઘણા સમય પહેલા વેચાઈ હતી. 

ભારત-પાક મેચના કારણે અમદાવાદમાં હોટલના રૂમના દરમાં નોંધપાત્ર વધારો થયો છે. ઘણા ચાહકોને રહેવા માટે જગ્યા મળી નથી. એક રિપોર્ટ અનુસાર હોટલની કિંમત વધીને એક લાખ રૂપિયાથી વધુ થઈ ગઈ છે.

ભારત-પાકિસ્તાન મેચના દિવસે અમદાવાદમાં સચિન તેંડુલકર, રજનીકાંત અને અમિતાભ બચ્ચન જેવા દિગ્ગજો હાજર રહેશે. મેચ પહેલા બૉલિવૂડના સિંગર અરિજીત સિંહ પરફોર્મ કરશે.  પાકિસ્તાનની ટીમ હયાત હોટલમાં રોકાઇ છે. અહીં પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. હોટલમાં આવનાર દરેક મુલાકાતીઓની નોંધણી કરવામાં આવી રહી છે. બુધવારે રાતે પોલીસ કમિશનરે પણ હોટલની મુલાકાત લીધી હતી. પાકિસ્તાનની ટીમ આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ટિસ માટે જશે.