અમદાવાદઃ શહેર સહિત સમગ્ર ગુજરાત અને દેશ કોરોનાના સામે લડી રહ્યો છે. કોરોના મહામારીને પગલે ગુજરાત સરકારે રાજ્યમાં ઓગસ્ટ મહિનામાં આવતા તમામ તહેવારોની જાહેર ઉજવણી પર પ્રતિબંધ લગાવી દીધો છે. એટલું જ નહીં, મુખ્યમંત્રી રૂપાણીએ લોકો પોતાના ઘરમાં જ બેસીને તહેવારો ઉજવે તેવી અપીલ કરી છે.
ગુજરાતમાં જન્માષ્ટમીનો મોટા તહેવાર આવી રહ્યો છે. ત્યારે જગત મંદિર દ્વારકા, ડાકોર મંદિર પછી હવે અમદાવાદનું પ્રસિદ્ધ ઇસ્કોન મંદિર પણ જન્માષ્ટમીના દિવસે બંધ રહેશે. ઇસ્કોન મંદિર જન્માષ્ટમી અને નોમના દિવસે બંધ રહેશે. જોકે, ભક્તો ઓનલાઈન દર્શન કરી શકશે. આ ઉપરાંત શામળાજીમાં સાદાઈથી જન્માષ્ટમી ઉજવાશે. યાત્રાધામ શામળાજી જન્માષ્ટમીના દિવસે ખુલ્લું રહેશે. સરકારી ગાઈડલાઈન પ્રમાણે ભક્તો શામળિયા ના દર્શન કરી શકશે.
જોકે, શોભાયાત્રા મટકીફોડ અને અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો બંધ રાખવામાં આવ્યા છે. આરતી અને જન્મોત્સવ સમયે કોઈપણ ભક્તોને પ્રવેશ નહીં આપવામાં આવે. ભગવાનના જન્મ સમયે ફક્ત સેવક અને પૂજારી ઉપસ્થિત રહેશે. ભક્તોની વગર ભગવાન શામળિયા જન્મોત્સવ થશે.
કોરોના મહામારીને કારણે અમદાવાદનું કયું પ્રસિદ્ધ મંદિર જન્માષ્ટમીએ રહેશે બંધ? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 Aug 2020 02:55 PM (IST)
જગત મંદિર દ્વારકા, ડાકોર મંદિર પછી હવે અમદાવાદનું પ્રસિદ્ધ ઇસ્કોન મંદિર પણ જન્માષ્ટમીના દિવસે બંધ રહેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -